Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ભીડને ધ્યાનમાં લઈને
રાજકોટ તા. ૩૦: જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે.
જેમાં ટ્રેન નંબર ૦૯૨૨૬ વેરાવળ ગાંધીગ્રામ દૈનિક સ્પેશલ ટ્રેન ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી વેરાવળથી દરરોજ રાત્રે ૨૧.૨૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૮ વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. તેમજ ટ્રેન નંબર ૦૯૨૨૫ ગાંધીગ્રામવેરાવળ દૈનિક સ્પેશ્યલ ટ્રેન ૧ નવેમ્બર, ૨૦૨૫ થી ૧૧ નવેમ્બર, ૨૦૨૫ સુધી દરરોજ ગાંધીગ્રામથી રાત્રે ૨૨.૦૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૮.૪૫ વાગ્યે વેરાવળ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં માળિયા હાટીણા, કેશોદ, જૂનાગઢ, જેટલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જં., વઢવાણ સિટી, બોટાદ, ધંધૂકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ ઉપલબ્ધ રહેશે. આજથી બુકીંગ શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial