Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીફ ઓફિસર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામજોધપુર નગરપાલિકા દ્વારા આયોજિત ૧૧મા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જામજોધપુરના પ્રાંગણમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે યોગ પ્રત્યે જામજોધપુરની જનતામાં વધતી જાગૃતિ અને ઉત્સાહ દર્શાવે છે. આ ભવ્ય આયોજનમાં જામજોધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકાનો સમગ્ર સ્ટાફ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહૃાા હતા. આ ઉપરાંત, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જામજોધપુરના પ્રમુખ અને અન્ય પ્રતિનિધિઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ તેમના શિક્ષકો અને પ્રાધ્યાપકોની વિશાળ ઉપસ્થિતિ હતી. યુવાનો અને બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં તેમની સક્રિય ભાગીદારી પ્રશંસનીય રહી હતી. સૌએ એકસાથે યોગાસનો અને પ્રાણાયામ કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. આ પ્રકારના જન ભાગીદારીભર્યા કાર્યક્રમો જામજોધપુરને સ્વસ્થ અને સક્રિય સમાજ બનાવવામાં મદદરૂપ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial