Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦ લોકો એક જ હિન્દુ પરિવારનાઃ ત્રણ મહિનાની બાળકી બચી ગઈ
કરાંચી તા. ૮: કરાચીમાં બહુમાળી ઈમારત તૂટી પડતા ૨૭ના કરૂણ મૃત્યુ થયા છે. જો કે, ૩ મહિનાની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. મૃત્યુ પામેલા ૨૭માંથી ૨૦ લોકો એક જ પરિવાર હિન્દુ સમુદાયના હતા.
પાકિસ્તાનનાં કરાચીના લ્યારી વિસ્તારમાં પાંચ માળની ઇમારત ઘરાશાયી થતાં ૨૭ લોકોના મોત નીપજ્યા, જેમાંથી ૨૦ એક જ પરિવારના હતા. ઘટના બાદ ૫૩ કલાક સુધી બચાવ કામગીરી ચાલી હતી, આ દરમિયાન એક ચમત્કાર સર્જાયો હતો,
આ ભયાનક અકસ્માતમાં ત્રણ મહિનાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા ૨૭ માંથી ૨૦ લોકો હિન્દુ સમુદાયના હતા અને તેઓ એક જ પરિવારના સભ્યો હતા. બચાવ કામગીરી દરમિયાન ત્રણ મહિનાની બાળકીને જીવિત મળી આવી હતી, તેને ફક્ત સામાન્ય ઈજાઓ થઈ છે. રેસ્કયુ ટીમના કર્મચારીએ જણાવ્યું કે 'અમને કાટમાળ નજીક ત્રણ મહિનાની બાળકી જીવંત અને સ્વસ્થ મળી આવી, જ્યારે બાળકીની માતા અને પરિવારના ઘણાં સભ્યોના મૃતદેહ થોડે દૂર મળી આવ્યા હતાં. બાળકીનું શરીર ધૂળથી ઢંકાયેલું હતું અને સામાન્ય ઈજાને કારણે તેના નાકમાંથી લોહી નીકળતું હતું. આ સિવાય, તેના શરીર પર અન્ય કોઈ ઘા ન હતો.'
આ ઇમારત પણ જર્જરિત હાલતમાં હતી, જેને કારણે તે તૂટી પડી હોવાનુ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial