Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈકલ્પિક રૂટ તરીકે કાલાવડ શિશાંગ રાજડા કોઠાભાડુકિયા માર્ગઃ
જામનગર તા. ૧૫: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ઉંડ-૩ સિંચાઈ વિભાગ હસ્તકના બાલંભડી, મોટા ભાડુકિયા, કોઠા ભાડુકિયા, રાજડા, શિશાંગ રોડ પર આવેલા મેજર બ્રિજ પરથી દ્વિચક્રીય વાહનો (મોટર સાયકલ) અને રાહદારીઓ સિવાયના તમામ પ્રકારના વાહનોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય બ્રિજની વર્તમાન સ્થિતિ અને સમારકામના કામને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.અગાઉ તા. ૧૪/૦૫/૨૦૨૫ના જાહેરનામાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલ બ્રિજનું સમારકામ ચાલી રહૃાું છે અને તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને દ્વિચક્રીય વાહનો અને રાહદારીઓ સિવાયના અન્ય વાહનો માટે તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાહદારીઓ વૈકલ્પિક રૂટ તરીકે કાલાવડ શિશાંગ રાજડા કોઠાભાડૂકિયા રોડ વાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે. આ જાહેરનામું તા. ૧૪/૦૭/૨૦૨૫ થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial