Advertisement
Author: નોબત સમાચાર

ધી જામનગર પીપલ્સ કો.ઓપ. બેન્કની ૪૨મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

 

વર્ષ ૨૦૨૪-૨૫નો નફો રૂ. ૬૫.૪૭ લાખથી વધુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ધી જામનગર પીપલ્સ કો. ઓપરેટીવ બેન્ક લિ., ની ૪૨મી વાર્ષિક સામાન્ય સભા વર્ષ ૨૦૨૪-૨૫ માટે તા. ૨૯-૬-૨૫ ને રવિવારના બેન્કના ચેરમેન દિપકભાઈ કે. બદીયાણીના અધ્યક્ષસ્થાને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, 'ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન', જામનગરમાં યોજાઈ હતી.

આ પ્રસંગે ચેરમેન દિપકભાઈ કે. બદીયાણીએ બેન્કના સભાસદોને આવકારતા બેન્કની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. તે મુજબ ખર્ચ અને જોગવાઈ બાદ કરતા બેન્કનો વર્ષ ૨૦૨૪-૨૫નો કુલ નફો રૂ. ૬૫,૪૭,૩૫૪-૨૫ પૈસાનો થયેલ છે. વર્ષાંતે બેન્કનું કુલ ગ્રોસ એન.પી.એ. રૂ. ૨૬.૮૮ લાખ રહેલ છે. જે કુલ ધિરાણના ૦.૫૧% છે. જેની સામે બેન્કે કરેલ શંકમંદ લેણાની જોગવાઈ રૂ. ૨૬.૮૮ લાખ છે. આમ, બેન્કનું નેટ એનપીએ ઝીરો રહેલ છે.

આ અહેવાલ મુજબ બેન્ક દ્વારા ગ્રાહકોને આરટીજીએસ, એનઈએફટી, ઈ-ટેક્સ પેમેન્ટ, એસએમએસ એલર્ટ, ઈ-મેઈલ દ્વારા પોતાના ખાતાના સ્ટેટમેન્ટ મેળવવા ઈચ્છતા ગ્રાહકોને આવી અદ્યતન સુવિધાઓ ૫ૂરી પાડવામાં આવે છે. બેન્ક દ્વારા તેમના ગ્રાહકોને સુવિધા આપમા માટે મોબાઈલ બેન્કીંગ સેેવા શરૂ થઈ ગઈ છે. જેથી બેન્કના ગ્રાહકો તથા સભાસદોને ફાયદો મળી શકે, જેનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. બેન્કનો સી.આર.એ.આર. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ ઓછામાં ઓછો ૯% જાળવવાનો હોય છે, જે તા. ૩૧-૩-૨૫ ના રોજ બેન્ક દ્વારા ૨૨.૦૮%  જાળવવામાં આવેલ છે, જે બેન્કના સ્વભંડોળ અને આંતરિક નાણાકીય સંસાધનો અને તે સામે જોખમો સામેની ક્ષમતા દર્શાવે છે. વિવિધ પ્રકારની થાપણ માટેની યોજનાઓ જેવી કે, દૈનિક બચત યોજના, ઝીરો બેલેન્સથી બુનિયાદી બચત ખાતા, બાંધી મુદૃતના ખાતાઓ વગેરે તેમજ વિવિધ ધિરાણની સવલતો ગ્રાહકોને વાજબી દરે પુરી પાડવામાં આવે છે. નાના તથા નબળા વર્ગના વેપારી ભાઈઓને તેમના ધંધાર્થે રૂ. ૫૦,૦૦૦/- સુધીનું ધિરાણ કોઈપણ જાતની સિક્યોરીટી વગર બે સભાસદ જામીન લઈને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં સારો એવો પ્રતિસાદ મળેલ છે. તથા વીમાઓ નિયમિત રીતે રિન્યુ થાય છે. બેન્કે ઓડીટ વર્ગ 'અ' જાળવી રાખેલ છે. બેન્કના થાપણદારોની રૂ. ૫-૦૦ લાખ સુધી થાપણો વીમાથી સુરક્ષીત છે, જેનું પ્રિમિયમ તા. ૩૦-૯-૨૫ સુધીનું ભરેલ છે.

બેન્કના ચેરમેન દિપકભાઈ કે. બદીયાણીએ ખાસ જણાવેલ કે અમારી બેન્કનું મુખ્ય લક્ષ્ય ગ્રાહક સેવા છે. ટૂંક સમયમાં બેન્ક દ્વારા યુ.પી.આઈ./આઈ.એમ.પી.એસ. જેવી સગવડો વધારવામાં આવશે. આ ઉપરાંત તેમણે ડિવીડન્ડ, બાળકોને પ્રોત્સાહક ઈનામ વગેરેની જાણકારી આપી હતી.

અંતમાં બેન્કના વાઈસ ચેરમેન હર્ષવદનભાઈ બી. કોઠારીએ સભાસદો,  બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્યો, બેન્કના અધિકારીગણો, સ્ટાફ તેમજ બેન્કના રોજીંદા વહીવટમાં મદદરૂપ થનાર એચ.ડી.એફ.સી. બેન્ક, આઈ.ડી.બી.આઈ. બેન્ક, એન.પી.સી.આઈ., એન.એ.સી.એચ. તેમજ ગુજરાત અર્બન કો.ઓપ. બેન્કસ ફેડરેશન, સૌરાષ્ટ્ર-કચ્છ-અર્બન કો.ઓપ. બેન્કર્સ ફેડરેશનને બીરદાવ્યા હતા. વાર્ષિક સાધારણ સભાનું સંચાલન બેન્કના મુખ્ય કાર્યકારી અધિકારી બિમલકુમાર એ. પટેલએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh