Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેવાભાવિઓને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ અપાશેઃ
જામનગર તા. ૩: જામનગર જિલ્લા વૈષ્ણવ સાધુ સમાજ (બા.વૈ.) દ્વારા સન્માન સમારંભનો ત્રિવિધ કાર્યક્રમ તા. ૨૭-૭-૨૫ને રવિવારે જામનગરના લાલપુર બાયપાસ રોડ પર સ્થિત પંચાયત કર્મચારીનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સરસ્વતી સન્માન સમારંભ, સાધુ રત્ન એવોર્ડ સમારંભ તથા સમાજના સેવાર્થીઓને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન પૂ. મોરારિબાપુના આશીર્વાદ અને પ્રેરણાથી કરવામાં આવ્યુ છે.
સરસ્વતી સન્માન સમારંભમાં ધો. ૬થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ અંગેના ફોર્મ તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ભરીને પરત કરવાના રહેશે. ફોર્મ મેળવવા તથા પરત કરવા માટે ભીખુભાઈ ગોંડલીયા (મો. ૮૩૨૯૬ ૦૩૯૬૫), નંદન કુરીયર, ગુજરાત ટ્રાવેલ્સની પાસે, રજનીભાઈ મેસવાણીયા (મો. ૯૪૨૮૫ ૬૮૦૩૭), શીવગંગા કોમ્પલેક્ષ, દુકાન નં. ૫, ન્યુ આરામ કોલોની, ૮૦ ફુટ રોડ, રાજુભાઈ ગોંડલીયા (મો. ૯૪૨૬૯ ૧૨૩૧૭), એકતા એન્ટરાપ્રાઈઝ, રોઝી ટાવર સામે, મનીષભાઈ દાણીદારીયા (ફૂલવાળા) (મો. ૯૯૭૯૦ ૮૮૭૨૧), જનતા ફાટક પાસે, અથવા લલિતભાઈ મેસવાણીયા (મો. ૯૮૭૯૬ ૩૫૩૫૯), (લાલપુર પાસે)નો સંપર્ક કરવો.
આ તકે માનવ મંદિર, સાવરકુંડલાના મહંત પૂ. ભકિતરામ બાપુ, તેમજ રાજકીય- સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ સમારંભમાં સાધુ સમાજના અગ્રણીઓ, અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમાજને શૈક્ષણિક ક્ષેત્રે આગળ ધપાવવામાં સહયોગ આપવા પ્રમુખ પ્રકાશભાઈ હરીયાણી, ઉપપ્રમુખ વી.આર. ગોંડલીયા, મંત્રી રજનીભાઈ મેસવાણીયા, ખજાનચી પ્રવિણભાઈ દાણીદારીયા, સહમંત્રી જેન્તીભાઈ ગોંડલીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial