Advertisement
Author: નોબત સમાચાર

જાણો તા. પ જુલાઈ, શનિવાર અને અષાઢ સુદ દશમનું રાશિફળ

મીન સહીત ત્રણ રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ જણાય. આરોગ્યની કાળજી રાખવી​

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી રહે. મિત્રવર્ગ સાથે  વિવાદ થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવું નહીં.  પરદેશના કામ થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા દોડધામ-શ્રમમાં  વધારો થાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૨-૭

 

Cancer (કર્ક: ડ-હ)

અગત્યના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતમાં રૂકાવટ-મુશ્કેલી  જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૧

 

Leo (સિંહ: મ-ટ)

સીઝનલ-વાયરલ બીમારીમાં સપડાઈ જાવ. આરોગ્યની કાળજી રાખવી પડે. વાહન ચલાવવામાં  ઊતાવળ  ન કરવી.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

યાત્રા-પ્રવાસ દરમિયાન બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું. અગત્યના કાગળો અંગે સાવધાની  રાખવી.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭

 

Libra (તુલા: ર-ત)

નોકરી-ધંધાના આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન-મકાનના કામમાં આપે ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

પરદેશના કામમાં પ્રગતિ જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય. વાણીની સંયમતા રાખી  કામ કરવું.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપની ગણતરી-ધારણા અવળી પડતા કામમાં મુશ્કેલીનો અનુભવ થાય. નાણાકીય વ્યવહારમાં ધ્યાન  રાખવું.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭

 

Capricorn (મકર: ખ-જ)

વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામમાં વિલંબ થાય. માનસિક પરિતાપ રહે. મહત્ત્વના નિર્ણય  મુલત્વી રાખવા.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં સાનુકૂળતા મળે. ધંંધામાં નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. વ્યવહારિક કામ  થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. સગા-સ્નેહીના કામ અંગે  દોડધામ રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh