ચિરવિદાય

જામનગરઃ દક્ષાબેન ચંદુભાઈ લખતરીયા (ઉ.વ.૫૮)તા. ૧૪-૩-૨૬ના શ્રીજીચરણ પામ્યા છે.

જામનગરઃ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના યોગેશ વ્યાસ (ઉ.વ.૫૬) તે સ્વ. લલીતચંદ્ર  નવલશંકર વ્યાસના પુત્ર, રીટાબેનના પતિ, વત્સલ, ભાર્ગવીના પિતા, જીગ્નેશભાઈ  (લલિતચંદ્ર એન્ડ બ્રધર્સ), નિલેષભાઈ (ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય)ના ભાઈ, કંદર્પ, ધ્યેય,  રામ, દેવાંશીના કાકાનું તા. ૧૬-૩-ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.  ૧૯-૩ના ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં  રાખવામાં આવી છે.

જામ-ખંભાળીયાઃ ભાવિનકુમાર રમેશચંદ્ર ગુસાણી (ઉ.વ.૩૮) તે સ્વ. હિતેન્દ્રભાઈ મનસુખલાલ  મોનાણી, દિપકભાઈ મનસુખલાલ મોનાણીના જમાઈ, ધર્મેશભાઈ, રાહુલભાઈ, વિરલભાઈના  બનેવીનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૮ના બુધવારે સવારે ૧૦ થી  ૧૦:૩૦ દરમ્યાન શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર, ચાંદીબજાર, જામનગરમાં ભાઈઓ તથા  બહેનો માટે રાખવામાં આવ્યું છે.

રાજકોટઃ ખાનપર નિવાસી સ્વ. વિકમચંદભાઈ પારેખના પુત્ર સુરેશભાઈ પારેખ (ઉ.વ.૭૩) તે  પત્રકાર કમલેશભાઈ પારેખના કાકાનું તા. ૩-૩-૨૬ના રાજકોટમાં અવસાન થયું છે.  સદ્ગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

જામનગરઃ ઔદિચ્ય બ્રાહ્મણ પરમેન્દ્ર ત્રિવેદી (ઉ.વ.૩૯) તે હરેન્દ્રભાઈ તથા ભાવનાબેનના  પુત્રનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૬-૩ને સોમવારના સાંજે ૫ થી ૫:૩૦  દરમ્યાન તેમના નિવાસ સ્થાન શિવશક્તિ એપાર્ટમેન્ટ, શેઠ ભગવાનદાસ રોડ, ન્યૂ સ્કૂલ  પાછળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh