Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધન સહીત ત્રણ રાશિના જાતકોને આવનારું સપ્તાહ લાભદાયી રહે, ખર્ચ-ખરીદી થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે નફો-નુક્સાન બન્ને સ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં મોટા ચડાવ-ઉતાર જોવા મળે. આવકના સ્ત્રોતોમાં વધારો થાય. નવું સાહસ ફળદાયી નિવડે, જ્યારે અણધાર્યા ખર્ચાઓ પણ સંભવ છે. વડીલ વર્ગ, માતા-પિતાના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થઈ શકે છે. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વિવાદ ટાળવો. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં એકાગ્રતા રાખવી, જેથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો. જમીન-મકાન, મિલકતને લગતા પ્રશ્નો હલ થઈ શકે. તા. ૯ થી ૧૧ સફળતા. તા. ૧ર થી ૧પ ખર્ચ-વ્યય.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે કામનું ભારણ વધારતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસો દરમિયાન નવી જવાબદારી આપના શિરે આવે. નવી કાર્યરચના થકી વ્યવસાયનો વ્યાપ વધારી શકશો. નાણાકીય સ્થિતિમાં સુખદ સુધારો આવે, જો કે વ્યવસાયિક, પારિવારિક, સામાજિક ત્રણેય જવાબદારીઓના કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. ઘર-પરિવાર બાબતે કોઈ મહેમાન ઓચિંતા આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે નાની-મોટી તકલીફો રહી શકે. જાહેરજીવન ક્ષેત્રે આપના માન-સન્માનમાં વધારો થાય. તા. ૯ થી ૧ર કાર્યબોજ. તા. ૧૩ થી ૧પ માન-સન્માન મળે.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વાણી-વર્તન ઉપર નિયંત્રણ રાખવું હિતાવહ રહે. માનસિક પરિતાપનો અનુભવ થાય. ઘણી વખત ધાર્યું ન થતા ઉચાટ-આવેશની પરિસ્થિતિ સર્જાય. ધૈર્યથી કાર્ય કર્યે જવું સલાહભર્યું છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સફળતા મળે. નાણાભીડનો ઉકેલ મળતા રાહત અનુભવશો. આરોગ્ય સુખાકારી સારી રહે. જુના રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવશો. યાત્રા-પ્રવાસમાં રૂકાવટ આવી શકે. મિત્રથી લાભ થાય. તા. ૯ થી ૧૧ આરોગ્ય સુધરે. તા. ૧ર થી ૧પ બોલાચાલી ટાળવી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે યશ-કીર્તિ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાજિક-જાહેરજીવન-રાજકીય ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી જરૂરી જણાય છે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. વ્યાપાર-ધંધામાં વૃદ્ધિ જોવા મળે. તા. ૯ થી ૧ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૩ થી ૧પ માન-સન્માન.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ નહીં નફો-નહીં નુક્સાન સમાન બની રહે. મોજ-શોખ, ભોગ-વિલાસના સાધનો પાછળ ખર્ચ વધતા આર્થિક ક્ષેત્રે નાણાભીડ અનુભવાય. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીથી થોડી ઘણી પરેશાની રહેતી જણાય. ઘર-પરિવાર બાબતે ધાર્મિક કે માંગલિક પ્રસંગોનું આયોજન થાય. તા. ૯ થી ૧ર નાણાભીડ. તા. ૧૩ થી ૧પ શુભ.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે વ્યાવસાયિક ક્ષેત્રે મહત્ત્વનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજના અમલમાં મૂકી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો તે દૂર થઈ શકે અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બનશે. સ્વાસ્થ્ય લથડતું જણાય. ઘર-પરિવારમાં શાંતિ-સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે બોલાચાલી ટાળવી. તા. ૯ થી ૧ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૩ થી ૧પ સફળતાદાયક.
Libra (તુલા: ર-ત)
આપના માટે મુસાફરીદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી પ્રવાસ-મુસાફરીનું આયોજન શક્ય બનતું જણાય. સ્નેહી-સ્વજનો સાથેના સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાતા જણાવ. માન-સન્મનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય નરમ-ગરમ રહી શકે છે. ખાન-પાન, આહાર-વિહારમાં કાળજી રાખવી. તા. ૯ થી ૧ર પ્રવાસ-પર્યટન. તા. ૧૩ થી ૧પ સામાન્ય.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારની વ્યક્તિઓ સાથે સમય સુખપૂર્વક પસાર થાય. દાંપત્યજીવનમાં વસંત ખિલતી જણાય. યાત્રા-પ્રવાસ મજાનો, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યમાં સહભાગી થઈ શકો છો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કામકાજમાં રૂકાવટ-અડચણને કારણે આપ માનસિક રીતે દ્વિધામાં રહેજો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને. તા. ૯ થી ૧ર મધ્યમ. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મળતી જણાય. ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જોવા મળે. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકો. જાહેરજીવન ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરી થકી માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૯ થી ૧ર વિવાદ ટાળવા. તા. ૧૩ થી ૧પ લાભદાયી.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા કાર્યરત બનો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદથી આપ આપની મનોકામના પૂર્ણ કરી શકશો. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. સંતાનથી લાભ થાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓ રહ્યા કરે. તા. ૯ થી ૧ર પારિવારિક કાર્ય થાય. તા. ૧૩ થી ૧પ મિશ્ર.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે આરોગ્ય સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીઓથી પરેશાની વેઠવી પડે. આહાર-વિહારમાં કાળજી રાખવી સલાહભરી બની રહે. વ્યાપાર-વ્યવસાયમાં મંદ ગતિએ પ્રગતિ સાધી શકશો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. નાણા પ્રાપ્િંતના માર્ગો ખૂલતા જણાય. સામાજિક જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સહકાર પ્રાપ્ત થાય. તા. ૯ થી ૧ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૩ થી ૧પ લાભદાયી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે ખર્ચ-ખરીદી કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેની તકેદારી રાખવી. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો કે માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ કે મનદુઃખ હશે તો દૂર થશે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. આહાર-વિહાર, ખાન-પાનમાં પરેજી રાખવી. તા. ૯ થી ૧ર ખર્ચાળ. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.
સુર્યોદય : ૭-૦૧ - સુર્યાસ્ત : ૬-૫૪
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૭ :
તા. ૧૦-૦૩-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,
મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ અનુરાધા,
યોગઃ હર્ષણ, કરણઃ વિષ્ટિ
તા. ૧૦ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયીક બાબતે આપના અટવાઈ પટેલા કામ ઉકેલાતા જાય. આપને ન ધારેલી સાનુકૂળતા-સફળતા મળી રહે. ઘર-પરિવારનો સહકાર રહેતા આનંદ અનુભવો. નાણાકીય આવકમાં વધારો થતો જણાય. જાવકનું પ્રમાણ ઘટતા બચત થઈ શકે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. ખર્ચ-વ્યય થતો જણાય.
બાળકની રાશિઃ વૃશ્ચિક
મીન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં તકેદારી રાખવી
Aries (મેષ: અ-લ-ઈ)
ઘર-પરિવારની ચિંતાના કારણે કામકાજમાં વિલંબ જણાય. આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૯-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતા કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણયોમાં ચર્ચા-વિમર્શ કરી લેવા.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે સાવધાની રાખવી.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૫
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામકાજ અંં મિલન-મુલાકાત થવા પામે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮
Libra (તુલા: ર-ત)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યાં કરે. નાણાકીય લેવડ-દેવડમાં આપે ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૯
Capricorn (મકર: ખ-જ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતા આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. વ્યસ્તતા જણાય. પરંતુ કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થઈ શકે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સહકાર મળી રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮
સુર્યોદય : ૭-૦૨ - સુર્યાસ્ત : ૬-૫૪
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૬ :
તા. ૦૯-૦૩-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,
મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ વ્યાઘાત, કરણઃ ગર
તા. ૦૯ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકિય રોકાણમાં, લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચાઓને કારણે આવક હોવા છતાં મુશ્કેલી જણાય. કૌટુંબિક-પારિવારિક બાબતે વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. વર્ષો જુના સંબંધ પર અસર ના થાય તેની તકેદારી રાખવી. આરોગ્યની બાબતમાં બેદરકારી રાખવી નહીં. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા જણાય.
બાળકની રાશિઃ તુલા ૦૯:૩૧ સુધી પછી વૃશ્ચિક
કન્યા સહિત બે રાશિના જાતકોને અગત્યના કામમાં મુશ્કેલી જણાય. નાણાકીય વ્યવહારના કામમાં તકેદારી રાખવી
Aries (મેષ: અ-લ-ઈ)
નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક-વ્યાવહારિક કામમાં ધ્યાન રાખવું પડે.
શુભ રંગઃ પિચ - શુભ અંકઃ ૫-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે ધાર્યું કામકાજ થઈ શકે નહીં. યાત્રા-પ્રવાસ ટાળવો.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨
Gemini (મિથુન: ક-છ-ધ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૮
Cancer (કર્ક: ડ-હ)
આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામ કરી લેવું. પરદેશના કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
અગત્યના કામકાજમાં આપને મુશ્કેલી જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. સંતાન બાબતે ચિંતા રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપે દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં ઉતાવળ કરવી નહીં. મિલન-મુલાકાત મુલત્વી રાખવા.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય. વ્યગ્રતા-બેચેની જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮
Capricorn (મકર: ખ-જ)
સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. મહત્ત્વના નિર્ણય લેવા નહીં.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
રાજકિય-સરકારી કામમાં, ખાતાકિય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા અનુભવાય. વિચારોની અસમંજસતા-દ્વિધાને લીધે કામકાજમાં વિલંબ જણાય. ઉશ્કેરાહટમાં આવી જવું નહીં.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮
સુર્યોદય : ૭-૦૩ - સુર્યાસ્ત : ૬-૫૩
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૫ :
તા. ૦૮-૦૩-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,
મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ સ્વાતિ,
યોગઃ ધૃવ, કરણઃ કૌલવ
તા. ૦૮ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કુટુંબ-પરિવાર અને મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ તમે માણી શકો. નોકરી-ધંધામાં આપના કામ ઉકેલાતા જાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ રહે. સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામમાં આપને પ્રગતિ જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી બની રહે. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં ફળ મળી રહે.
બાળકની રાશિઃ તુલા
કુંભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યમાં ઉપરીવર્ગ, સહકાર્ય વર્ગ, નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસો કરે. પરંતુ ખર્ચ જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૫
Cancer (કર્ક: ડ-હ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૮
Leo (સિંહ: મ-ટ)
જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહેતા આપને રાહત જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૫
Libra (તુલા: ર-ત)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. કામનો ઉકેલ આવવાથી આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૪
Capricorn (મકર: ખ-જ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકીય જવાબદારી વાળા કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં ઘરાકી આવી જાય. કૌટુંબિક-પારિવારિક કામ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૬
મીન સહીત બે રાશિને આવનારા સપ્તાહમાં આર્થિક લાભ મળે, સ્વાસ્થ્ય સંભાળવું
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાન્ય નાની-મોટી બીમારીને કારણે તકલીફો રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળ બની રહેશો. મિત્રો-સ્નેહી-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી દાખવવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. ખર્ચ ઉપર કાબૂ રાખવો આવશ્યક જણાય છે. તા. ૨ થી ૫ મિશ્ર. તા. ૬ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર મળે અથવા કોઈ શુભ સંકેત મળે. નોકરી-ધંધાના કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. માતા-પિતા, વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. પરિશ્રમ એ જ પરમેશ્વર છે તેમ માનવું. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકો. તા. ૨ થી ૫ સામાન્ય. તા. ૬ થી ૮ શુભ ફળદાયી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થાય અથવા તો રાજકીય-સામાજિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ, ટેન્ડર કે ઓર્ડર મળવાથી આપ ખુશ જણાવ. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું પડે. દાંપત્યજીવનમાં મધૂરપ જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની સિફારિશથી બઢતી મળે. તા. ૨ થી ૫ સરળતા રહે. તા. ૬ થી ૮ લાભદાયી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. વગદાર વ્યક્તિની મદદથી આપની સમસ્યાનો ઉકેલ મેળવી શકો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. તા. ૨ થી ૫ યાત્રા-પ્રવાસ. તા. ૬ થી ૮ રૂકાવટો-અડચણો જણાય.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ ને કોઈ કારણોસર દોડધામ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉદ્વેગ-ઉચાટ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય. નોકરિયાત વર્ગને સમય મધ્યમ લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. ઘર-પરિવારમાં વાતાવરણ શાંતિ અને સુલેહભર્યું બની રહે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. એકંદરે ધૈર્ય અને કુનેહપૂર્વક કાર્ય કરવું. તા. ૨ થી ૫ વ્યસ્તતા રહે. તા. ૬ થી ૮ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ચિંતાના આવરણો દૂર થઈ માનસિક શાંતિ અને સ્વસ્થતા પામી શકશો. આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્ય પૂર્ણ કરી શકશો. યાત્રા-મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા જણાય છે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવા પ્રસંગો બનવા પામે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાવસાયિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. માન-સન્માન મળે. તા. ૨ થી ૫ માનસિક શાંતિ. તા. ૬ થી ૮ પ્રવાસ-પર્યટન.
Libra (તુલા: ર-ત)
તમારા માટે નવીન તક સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે નવીન તકો પ્રાપ્ત થતી જણાય. નવા વિચારો કે યોજનાઓ અમલમાં મૂકી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સમાધાન મળી રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં અણધારી મુસિબત આવતી જણાય. વાણી ઉપર સંયમ રાખવો. જમીન-મકાન-વાહનના ખરીદીના યોગ બને. તા. ૨ થી ૫ નવીન કાર્ય થાય. તા. ૬ થી ૮ સાવધાની રાખવી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે પડવા-વાગવાથી સાવધાની રાખવી. કૌટુંબિક વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત મેળવી શકશો. નોકરી-ધંધામાં મન પરોવીને મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ થતી જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય બાબતે ઋતુજન્ય બીમારીઓ થવાની શક્યતા જણાય. દાંપત્યજીવનમાં ઉગ્રતા જોવા મળે. તા. ૨ થી ૫ મિશ્ર. તા. ૬ થી ૮ સાનુકૂળતા.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સાવચેત રહેવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું સલાહભર્યું બની રહે. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. દાંપત્યજીવનમાં અનેરો આનંદ-પ્રેમ-લાગણીનો અનુભવ થાય. પડવા-વાગવાથી સાચવવું. કુટુંબ-પરિવારમાં મતેભદ હશે તો તેનો ઉકેલ લાવવા સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ રહેવાને કારણે પ્રગતિ સાધી શકશો. મિલન-મુલાકાત ફળદાયી નિવડે. સંતાન બાબતે ચિંતા હશે તો દૂર થશે. તા. ૨ થી ૫ સાવચેત રહેવું. તા. ૬ થી ૮ લાભદાયી.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન ચિંતા-ટેન્શનમાં વધારો થાય. મહત્ત્વના કાર્યોમાં અવરોધો આવતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે નિયમિતતા જાળવવી જરૂરી બને. ઘર-પરિવાર બાબતે સમય સુખપૂર્ણ રહે. ગૃહસ્થજીવનમાં કોઈ ગેરસમજ કે વિવાદ હશે તો દૂર થાય. સ્વાસ્થ્ય બાબતે ખાસ કોઈ સમસ્યા જણાતી નથી. સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસ આનંદદાયકની સાથે ખર્ચાળ પૂરવાર થાય. તા. ૨ થી ૫ વ્યસ્તતા. તા. ૬ થી ૮ પારિવારિક કાર્ય થાય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન નસીબ આપને સાથ આપતા ધારેલા કાર્યોમાં સરળતા-સુગમતા રહે. વ્યવસાય ક્ષેત્રે નવા કોલ-કરાર થઈ શકે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળે, જો કે સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. જમીન-મકાન, મિલકતના કાર્યો ઉકેલાઈ શકે છે. વડીલ વર્ગથી લાભ થાય. તા. ૨ થી ૫ શુભ ફળદાયી. તા. ૬ થી ૮ આરોગ્ય સાચવવું.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે આર્થિક લાભ અપાવતું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસો દરમિયાન ધંધા-રોજગાર ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા આર્થિક તંગીમાંથી બહાર આવી શકો. રોકાયેલા-અટવાયેલા નાણા પરત મળતા રાહત અનુભવશો. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું અન્યથા માનહાનીનો ભોગ બની શકો છો. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. કૌટુંબિક ક્ષેત્રે સમય આનંદપૂર્ણ પસાર થાય. ભાઈ-ભાંડુ સાથે હળવા-મળવાનું થાય. તા. ૨ થી ૫ લાભદાયી. તા. ૬ થી ૮ મધ્યમ.