Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંરક્ષણ મંત્રાલય દ્વારા ભરાડ સ્કૂલને
રાજકોટ તા. ૪: રાજકોટની ભરાડ સ્કૂલને ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ સૈનિક સ્કૂલની મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે આજે ભરાડ સ્કૂલમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જતીનભાઈ ભરાડે કહૃાું કે ભરાડ વિશ્વ વિદ્યાપીઠ કેમ્પસને સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગતની સૈનિક સ્કૂલ સોસાયટીની વિધિવત મંજૂરી મળી જતાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી સમગ્ર સૌરાષ્ટ્રના મુકુટમાં વધુ એક મોરપિચ્છ જેમ ગૌરવ ધરાવતી સૈનિક શાળાનો શુભારંભ થશે.
ભારત સરકારે દેશમાં એક સો સૈનિક સ્કૂલને મંજુરી આપવાની છે. જેમાં ગુજરાતમાં સાત મંજૂર થઈ છે, તેમાં સૌરાષ્ટ્રમાં ત્રણ સ્કૂલ છે અને તેમાંથી રાજકોટ જિલ્લાની એકમાત્ર સૈનિક સ્કૂલ એટલે કે ભરાડ સ્કૂલને મંજુરી મળી છે.
જતીનભાઈ ભરાડે જણાવ્યું કે શ્રી ભરાડ સૈનિક સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા (એઆઈએસએસઈઈ) દ્વારા હાથ ધરવામાં આવશે. તેમણે કહૃાું કે અમારી શાળાઓમાંથી આજ સુધી હજારો ડોક્ટરો અને એન્જિનિયરો પ્રગટ થયા છે. ઉપરાંત લાખોની સંખ્યામાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેકટ તથા મેનેજર કક્ષાના પ્રોફેશનલ્સ પણ તૈયાર થયા છે એ સૌની ઉજવળ કારકિર્દી અને મૂલ્ય નિષ્ઠ જીવનની બુનિયાદ ભરાડ સ્કૂલો કરી રહી છે. અમારી આ વિદ્યાયાત્રામાં હવે આપણા રાષ્ટ્રના ભાવિ સંરક્ષકોની પાઠશાળા દ્વારા તેઓનામાં માતૃભૂમિની સેવા માટેના ઉચ્ચ સંસ્કારો પ્રદિપ્ત કરવા એ અમારે માટે પરમ ગૌરવની ક્ષણ છે. આમ પણ શરૂઆતથી જ રાષ્ટ્રપ્રેમ એ ભરાડ શાળાઓના સંસ્કારનો એક ભાગ રહૃાો છે.
આ પ્રસંગે સંસ્થાના વડીલ અને સૌરાષ્ટ્રના સારસ્વત ક્ષેત્રના વડ સરીખા ગિજુભાઈ ભરાડે પત્રકારો સાથે સૈનિક સ્કૂલની વિભાવના સ્પષ્ટ કરતા કહૃાું કે સૈનિક સ્કૂલ માત્ર મિલ્ટ્રી, એરફોર્સ કે નેવીમાં જવા માટે જ નથી. સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ ઘરમાં, સમાજમાં, વ્યવસાયમાં એમ બધે શિસ્તબદ્ધ રીતે પ્રસ્તુત થાય છે. જાણે કે તેમનો આખો અવતાર જ બદલાઈ જાય છે. સામાન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થી વચ્ચે આસમાન જમીનનો ફેર હોય છે, એ ફેર એમની નિત્ય દિનચર્યા અને જીવનશૈલીને કારણે હોય છે જે એને સૈનિક સ્કૂલમાં શીખવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial