Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જયપુર-ઓખા ટ્રેનમાં
રાજકોટ તા. ૨૩: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના રેલવે સુરક્ષા દળે પોતાની નિષ્ઠા, સતર્કતા અને તત્પરતાનો પરિચય આપતા ઓપરેશન 'અમાનત' હેઠળ એક મુસાફરનો કિંમતી સામાન સુરક્ષિત રીતે શોધી કાઢીને પ્રશંસનિય ઉદાહરણ પૂરૃં પાડયું છે.
૧૮ માર્ચ ૨૦૨૬ના 'રેલ મદદ' પોર્ટોલ દ્વારા માહિતી મળી હતી કે ટ્રેન નંબર ૨૦૯૫૨ જયપુર-ઓખા એક્સપ્રેસના કોચ નં. બી/૪, સીટ નંબર ૧૩ પર એક મુસાફર પોતાની બેગ ભૂલી ગયા છે. માહિતી મળતાની સાથે જ આર.પી.એફ. ટીમ તાત્કાલિક સક્રિય થઈ હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ટ્રેન ઓખા સ્ટેશને પહોંચતા જ આર.પી.એફ.ના આસિસ્ટન્ટ સબ પો. ઈન્સ્પેકટર પ્રહલાદ વઘારા અને કોન્સ્ટેબલ દીપક શર્મા દ્વારા સંબંધિત કોચની સઘન તપાસ કરવામાં આવી હતી,જેના પરિણામે બેગ સુરક્ષિત રીતે મળી આવી હતી. તપાસ દરમ્યાન બેગના માલિકની ઓળખ બ્રિજેશ શર્મા, રહેવાસી મહેશ નગર, જયપુર (રાજસ્થાન) તરીકે થઈ હતી. તપાસ કરતા તેમાં અંદાજે રૂ।. એક લાખની કિંમતના ઈલેકટ્રીક ટૂલ્સ મળી આવ્યા હતા, જે સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
સામાન મળી આવ્યા બાદ, ઓખા પોસ્ટ પર હાજર રહેવા પર કોન્સ્ટેબલ નરેશકુમાર ઢાકા દ્વારા મુસાફરને તેમનો સામાન વિધિવત રીતે સોંપવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પરત મળતા મુસાફરે આર.પી.એફ.નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો. આર.પી.એફ. દ્વારા કરવામાં આવેલ આ પ્રશંસનિય કાર્ય મુસાફરોની સુરક્ષા અને તેમના સામાનના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજકુમાર મીના અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહે સંબંધિત આર.પી.એફ. કર્મચારીઓની પ્રામાણિકતા અને સતર્કતાના વખાણ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial