Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઓરડીમાંથી મળી આવી અંગ્રેજી દારૂની નાની મોટી ૬૦ બોટલ

ખંભાળિયામાં ગેરેજમાંથી પકડાયો ઈંગ્લીશ દારૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરની શાક માર્કેટ નજીક કુંભારવાડામાં એક શખ્સની ઓરડીમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૬૦ બોટલ કબજે કરી છે. ભાણવડના ધારાગર પાસે બાઈકમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ૧૨ બોટલ સાથે પકડી લેવામાં આવ્યો છે. જ્યારે ખંભાળિયામાં એક ગેરેજમાંથી ઈંગ્લીશ દારૂની અઢી ડઝન નાની મોટી બોટલ મળી આવી છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈવાડા નજીકના કુંભારવાડામાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી મયુર નરોત્તમભાઈ મંડલી ઉર્ફે લક્કી નામના શખ્સની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧ર મોટી બોટલ તથા ૪૮ નાની બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૧૦૮૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી લીધો છે. દરોડા પહેલા નાસી ગયેલા મયુર મંડલીની શોધ કરાઈ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીકના ધારાગર ગામના પાટીયા પાસેથી બુધવારની રાત્રે પસાર થતાં જીજે-૩-બીએચ ૫૮૮૮ નંબરના બાઈકને પેટ્રોલિંગમાં રહેલી પોલીસે રોકાવી તેના ચાલક જામજોધપુરના મેલાણ ગામના વિપુલ રામાભાઈ હુણ ઉર્ફે રાજુની તલાશી લેતા તેની પાસેથી હોડકાની ૧ર બોટલ મળી આવી હતી. આ શખ્સે પોતાના સાગરિત મેલાણ ગામના દીપક લાખાભાઈ હુણનું નામ આપ્યું છે.

ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે રહેતા અને જીલાની મોટર ગેરેજ ચલાવતા અકબર કાસમભાઈ શેખના ગેરેજમાં બુધવારની રાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી દારૂની છ મોટી બોટલ અને રપ નાની બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં અકબર શેખ નાસી ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh