Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના સિંહણ ગામના પાટીયા નજીક ગોળાઈમાં ટ્રેક્ટરનું ગોથું: કજુરડાના યુવાનનું મૃત્યુ

સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના કરણનગરમાં રહેતા એક યુવાન દસેક દિવસ પહેલાં બપોરના સમયે ટ્રેક્ટર પર સિંહણ ગામના પાટીયાથી નાના માંઢા જતા હતા ત્યારે ગોળાઈમાં કોઈ કારણથી ટ્રેક્ટર ગોથું મારી ગયું હતું. ઘવાયેલા આ યુવાનનું સારવાર દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના પાટીયા પાસે કરણનગરમાં વસવાટ કરતા ભોલુભા લખુભા જાડેજા (ઉ.વ.૪૫) નામના યુવાન ગઈ તા.૮ની બપોરે પ્રકાશ મારાજ નામના આસામીના ખેતરેથી ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા.

તેઓ જ્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સિંહણ ગામના પાટીયાથી નાના માંઢા તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે ગોળાઈમાં કોઈ રીતે ટ્રેક્ટર ઉંધું વળી ગયું હતું. આ અકસ્માતમાં ભોલુભાને છાતી તથા માથામાં ગંભીર ઈજા થઈ હતી. સ્થળ પર હાજર લોકોએ ભોલુભાને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે ભોલુભાનું મૃત્યુ નિપજ્યું છે.  તેમના મોટાભાઈ જટુભા લખુભા જાડેજાએ ખંભાળિયા પોલીસ મથકને જાણ કરી છે. પોલીસે બીએનએસી કલમ ૧૯૪ હેઠળ નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh