Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરને મળ્યા વિવિધ એવોર્ડ
નવી દિલ્હી તા. ૧૭: કેન્દ્રિય સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪માં સુપર સ્વચ્છ લીગમાં સુરત, મોટા શહેરોમાં અમદાવાદે બાજી મારી છે. સ્વચ્છતા સર્વેક્ષણ માં ગુજરાતના બે શહેરો સામેલ છે, જેને દિલ્હીમાં રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત કરાયા છે. ગાંધીનગરને પણ અન્ય એક શ્રેણીમાં એવોર્ડ મળ્યો હોવાનું જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪ એવોર્ડની આજે ૧૭ જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. ૨૦૧૫માં અમદાવાદનો નંબર ૧૫મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. અન્ય શ્રેણીમાં દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઈન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતામાં સુરતનો બીજો નંબર મળતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.
આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪ના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો-પદાધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪માં ગુજરાતના ત્રણ શહેરને એવોર્ડ મળ્યો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો રેન્ક સુધર્યો છે. રાજકોટ ૨૯માં ક્રમેથી ૧૯માં ક્રમ ઉપર આવ્યું છે. ગારબેજ કલેકશન અને સફાઈની બાબતમાં ધ્યાન આપવાથી રેન્કમાં સુધારો આવ્યો છે. જો લોકો વધુ સહકાર આપે તો આગામી વર્ષે ૧ થી ૧૦માં રેન્ક લાવવા માટે મ્યુ. કમિશ્નરે તૈયારી બતાવી છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ એ વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું ૯મું સંસ્કરણ છે. આ વર્ષે પ્રતિષ્ઠિત પુરસ્કારો ૪ શ્રેણીમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સુપર સ્વચ્છ લીગ શહેરો, વસતિ શ્રેણીઓમાં ૫ ટોચના શહેરો, જેમાંથી ૩ સ્વચ્છ શહેરની પસંદગી, વિશેષ શ્રેણીઃ ગંગા શહેર, કોન્ટોનમેન્ટ બોર્ડ, સફાઈ મિત્ર સુરક્ષા, મહાકુંભ અને રાજયસ્તરનો પુરસ્કાર-રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું વચન આપતું સ્વચ્છ શહેર, નો સમાવેશ થાય છે.
પ્રથમવાર વસતિના આધારે શહેરોને પાંચ કેટેગરીમાં વર્ગીકૃત કરાયા હતા. જેમાં ખૂબ નાના શહેરો માટે ૨૦૦૦૦ વસતિ, નાના શહેરો માટે ૨૦૦૦૦-૫૦૦૦૦ વસતિ, મધ્યમ શહેરો માટે ૫૦૦૦૦-૩લાખ વસતિ વગેરે માપદંડો હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial