Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગુજરાત વિહંગમ યોગ સંત સમાજ દ્વારા સ્વર્વેદ સંદેશ યાત્રા

તા. ૧૮ જુલાઈના આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: વારાણસીમાં સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ-વિહંગમ યોગ સંત સમાજનાં ૧૦૨ માં વાર્ષિકોત્સવ નિમિત્તે નવેમ્બરમાં યોજાનાર ૨૫૦૦૦ કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનાં ઉપક્રમે કાશ્મીર થી કન્યાકુમારી સ્વર્વેદ સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રા અંતર્ગત સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજનું જામનગરમાં આગમન થઇ રહૃાું છે. ગુજરાત વિહંગમ યોગ સંત સમાજ દ્વારા તા. ૧૮/૭ ને શુક્રવારે સાંજે ૬ થી ૮:૩૦ દરમ્યાન કેશવ સ્પોર્ટ્સ સેન્ટર, ઓશવાળ સેન્ટરમાં જય સ્વર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ કથામાં પૂ. વિજ્ઞાનદેવજીના અમૃતવચનો તથા તેમનાં હસ્તે પ્રસાદનો લાભ પ્રાપ્ત થશે. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. મુળુભાઇ કંડોરીયા, લાખાભાઇ કેશવાલા, દિલીપભાઈ ભોજાણી તથા ડો. કે.એસ. મહેશ્વરી સહિતનાં અગ્રણીઓ દ્વારા આ ધર્મોત્સવનો લાભ લેવા જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે (મો. ૯૩૨૭૨ ૧૦૫૭૧, ૯૯૦૯૦ ૯૯૨૨૨)પર સંપર્ક સાધવાનો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh