Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યારથી જ શિવભક્તોમાં ભક્તિભાવનો માહોલઃ
ખંભાળિયા તા. ર૩: દેવભૂમિ દ્વારકા જિલ્લો દેવોની ભૂમિ જેના ચારેય તાલુકાઓમાં ભગવાન બિરાજમાન છે. દ્વારકામાં દ્વારકાધીશ, નાગેશ્વર, કલ્યાણપુરમાં હરસિદ્ધિ માતાજી, ભાણવડમાં શનિદેવ તથા ખંભાળિયામાં કલ્યાણરાયજી તથા જૈનતીર્થ આરાધનાધામ છે, ત્યારે દ્વારકા જિલ્લામાં પ્રાચીન શિવમંદિરો આવેલા હોય તથા મોટી સંખ્યામાં નિયમિત શિવ પૂજા, વિશિષ્ટ આરતી, ઘી ની મહાપૂજા તથા સવા લાખ બીલ્વ પત્ર ચડાવવાના આયોજનો શ્રાવણ માસમાં થતા હોય, અનેક શિવમંદિરોમાં સવારના પાંચ વાગ્યાથી જ ભાવિકો પૂજા માટે ઉમટતા હોય, તા. ૧પ-૭-ર૦રપ થી શ્રાવણ માસ શરૂ થાય છે, ત્યારે શિવભક્તો તથા મંદિરોના પૂજારી-ટ્રસ્ટીઓ દ્વારા શ્રાવણ માસના સંદર્ભમાં આયોજનો શરૂ થયા છે.
પ્રાચીન શિવમંદિરો
દેવભૂમિ દ્વારકા તથા હાલારના વિસ્તારોમાં પ્રાચીન મંદિરો આવેલા છે તથા પાંચ હજાર વર્ષ પૂર્વ પાંડવોના સમયમાં પાંડવોએ અહીં અજ્ઞાતવાસનો કેટલોક સમય કાઢ્યો હોય, તેમના સમયના ફૂલનાથ મહાદેવ સડોદર, કિલેશ્વર મહાદેવ, બરડા ડુંગર, ઈન્દ્રેશ્વર મહાદેવ-ભાણવડ જાણીતા છે, તો કૃષ્ણએ ગોપ લોકો સાથે સ્થાપિત ગોપનાથ મહાદેવ ઝીણાવાટી, ટપકેશ્વર મહાદેવ-જામજોધપુર પાટણવાવ, પ્રસિદ્ધ છે.
ખંભાળિયાના પ્રાચીન ઘી પૂજા માટે જાણીતા ખામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, મહાદેવ વાડામાં સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કોટેશ્વર મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, ફૂલેલિયા હનુમાન મહાદેવ, ખોડિયાર માતાજી મહાદેવ જાણીતા છે, તો ગ્રામ્ય પંથકમાં બજાણામાં કાશી વિશ્વનાથ મહાદેવ, મોડપર પાસે તુંગેશ્વર મહાદેવ, ભાણવડમાં ધીંગેશ્વર મહાદેવ, ભાતેલમાં શિવ ભગવાને સ્ટેશન માસ્તરનું રૂપ ધારણ કરેલું તે ભોળેશ્વર મહાદેવ, દંતેશ્વર મહાદેવ, સલાયા પાસે નાગનાથ મહાદેવ, વડત્રા પાસે દંતેશ્વર મહાદેવ, કોટાના કોટેશ્વર મહાદેવ, ભાણવડ ઘુમલીના જંગલમાં બિરાજતા ભીમનાથ મહાદેવ ખૂબ જ પ્રસિદ્ધ મંદિરો આવેલા છે.
શ્રાવણ માસ દરમિયાન આ મંદિરોમાં શિવની વિશેષ પૂજા ઉપરાંત અનેક મંદિરોમાં શ્રાવણ માસમાં સવાલાખ બિલ્વપત્રો ભગવાનને ચડાવવા, યજ્ઞ, સમૂહ ભોજન પ્રસાદ, ઘી ની મહાપૂજા સાથે વિશેષ દર્શન યોજાય છે. શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડતા હોય, તા. રપ-૭-ર૦રપ ના શુક્રવારથી શ્રાવણ માસની શરૂઆત થતી હોય શિવ ભક્તોએ પૂજાનું આયોજન શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial