Advertisement
Author: નોબત સમાચાર

બન્ને પાયલોટો વચ્ચેની વાતચીતનું રેકોર્ડીંગઃ માનવીય ભૂલ કે યાંત્રિક ખામી ?

સવાલઃ તમે એન્જિનનું ઈંધણ કેમ બંધ કર્યું ?ઃ જવાબઃ મેં કાંઈ કર્યું નથી

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૨ઃ અમદાવાદ વિમાન ક્રેશનું બ્લેકબોક્સ વિગેરે મળ્યા પછી થયેલી તપાસમાં ચોંકાવનારા પ્રાથમિક રિપોર્ટમાં બન્ને પાઈલોટ વચ્ચે થયેલી વાતચીત પછી વિવિધ સવાલો ઊભા થઈ રહ્યા છે.

 

એર ઈન્ડિયા અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એરક્રાફટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઈન્ડિયાના ૧૫ પાનાના અહેવાલ મુજબ કોકપીટ વોઈસ રેકોર્ડરમાં વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર પાઈલટ સુમિત સભરવાલે તેમના કો-પાઈલટ કલાઈવ કુંદરને પૂછયું, તમે એન્જિનનું ઈંધણ કેમ બંધ કર્યું ? આના જવાબમાં કો-પાઈલટ કલાઈવ કુંદરે કહ્યું, મેં કઈ નથી કર્યું.

આ વાતચીત આ અકસ્માતના રહસ્યમય કારણને વધુ ગહન બનાવે છે, કારણ કે બન્ને પાઈલોટે એન્જિન બંધ કરવાનો ઈન્કાર કર્યો છે. આવી સ્થિતિમાં, આ સંભવિત તકનીકી ખામી હોઈ શકે. જો કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી તપાસમાં એવું કાંઈ મળ્યું નથી કે બોઈંગ ૭૮૭-૮ એરક્રાફટ અથવા તેના એન્જિન ઉત્પાદક કંપની માટે કોઈ ચેતવણી જારી કરવી પડે.

રિપોર્ટ અનુસાર, બન્ને એન્જિનમાં રિલાઈટીંગની પ્રક્રિયા શરૃ થઈ ગઈ. એન્જિન-૧ અમુક અંશે રિકવર થવા લાગ્યું, પરંતુ એન્જિન-૨ સંપૂર્ણપણે ગતિ પુનઃપ્રાપ્ત કરી શકયું નહીં. આ સમય દરમ્યાન સહાયક પાવર યુનિટ પણ ઓટો સ્ટાર્ટ મોડમાં સક્રિય થયું, પરંતુ તે વિમાનને સ્થિર કરી શક્યું નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh