Advertisement
Author: નોબત સમાચાર

શહેરના મુખ્ય માર્ગ પર ઝુંપડા સહિતના દબાણોનું અતિ ગંદુ અને કદરૂપુ ન્યુસન્સ..!

                                                                                                                                                                                                      

જામનગર શહેરની એક મોટી કમનસીબી છે કે શહેરની મધ્યમાં અતિ વ્યસ્ત એવા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની પાલિકાની જગ્યા સાવ ખંઢેર હાલતમાં, ગંદકી-કાટમાળ- કેરણથી ખદબદી રહે છે. જુના રેલવે સ્ટેશનનું જર્જરિત માળખુ તો રેલવે તંત્રએ તોડી પાડી પાડયુ... પણ કેરણ-કાટમાળ, ગંદકી જેમના તેમ જ છે. એટલું જ નહીં અંબર ચોકડી પાસેના વિશાળ ત્રિકોણવાળી ટ્રાફિક વ્યવસ્થા માટે ખૂબ જ મહત્ત્વની જગ્યામાં કેટલાંક ચોકકસ લોકો ત્યાં જ કાચા-ઝૂંપડા બાંધી પડયા પાથર્યા રહે છે. રસ્તા ઉપર ગંધાતા માલ સામાન ખડકી દયે છે, અને અહિં દારૂ-જુગાર, ઝઘડા, દાદાગીરી જેવી અસામાજિક પ્રવૃત્તિના કારણે તથા ચોમેર અત્યંત કદરૂપી દૃશ્યો સર્જાતા, ગંદકી ફેલાવતી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં જાણે કોઈને રસ જ નથી... થોડા-થોડા સમયે રેલવે પોલીસ આવીને દબાણો-ઝુંપડા હટાવે કે તરત જ ત્યાં જ, તે જ દબાણકર્તાઓ દ્વારા દબાણો ખડકાય જાય છે.

શહેરની મધ્યમાં ભલે આ જગ્યા રેલવેની માલિકીની હોય, પણ શહેરને બદસુરત બનાવી અને ગંદકી સહિતના ન્યુસન્સ ફેલાવતી સ્થિતિનો નિવેડો તો ૧૦૦ ટકા મહાનગરપાલિકા તંત્ર ધારે તો લાવી શકે... ચારે તરફ ગેરકાયદે દબાણો હટાવાઈ રહ્યા છે ત્યારે સરકારી રેલવે તંત્રના જ જામનગરની જનતાને અતિશય ત્રાસરૂપ આ દબાણો રેલવે તંત્ર સાથે વાટાઘાટ કરીને કાયમ માટે હટાવી, કાટમાઈ- કેરણ દૂર કરી, કમસે કમ આખી જગ્યાને સમથળ તો કરી શકાય...

મ્યુનિસિપલ કમિશનર આ બાબતે અંગત રસ લઈને રેલવે તંત્ર સાથે કો-ઓર્ડીનેશન કરે તો સમસ્યાનો ઉકેલ આવી જ શકે... બાકી ચૂંટાયેલા લોકો અને રાજકિય નેતાઓ પાસેથી શહેરની આ શીરદર્દ સમાન અને સોનાની થાળીમાં લોઢાની જોવા જેવી સ્થિતિ દેખાતી નથી...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh