Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત જૈન સમાજ માટે આઠ દિવસીય તપનું આયોજન

શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ-ચાંદી બજારના આંગણે

                                                                                                                                                                                                      

જામનગર તા.૯:  સમસ્ત જૈન સમાજ માટે આઠ દિવસીય તપનું આયોજન તા.૧૨-૧૨-૨૦૨૫ થી તા.૧૯-૧૨-૨૦૨૫ સુધી શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, ચાંદીબજાર, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જામનગરમાં બિરાજતા બા.બ્ર.પ.પૂ. કેશવજી મુની મહારાજ સાહેબ આદીઠાણા ઓ.ગોંડલ સંપ્રદાયના બ્રા.બ.પ.પૂ. રાજેશમુની મા.સા.ના સુ. શિષ્યરત્ન પ.પૂ. હર્ષમુની મ.સા. તથા પ.પૂ.બ્રા.બ. રત્નેશમુની મ.સા. તથા સ્થાનકવાસી - જૈન મોટા સંઘ , ચાંદીબજારમાં શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રયમાં બિરાજતા ગોંડલ સંપ્રદાયનાં ઝવેર પરિવારના ૫.પૂ. બ્રા.બ. ઝવેરબાઇ મહાસતીજીનાં સુશિષ્યા ૫.પૂ. દયાબાઈ મહાસતીજીના સુશિષ્યા ૫.પૂ. વિશાખાબાઈ મહાસતીજી તથા બ્રા.બ. ૫.પૂ. કુંદનબાઈ મહાસતીજી તથા જૈન પ્રવાસી ગૃહ ઉપાશ્રયમાં બિરાજતા પ.પૂ. મંજુલાબાઈ મહાસતીજી આદીઠાણા તથા અન્ય ઉપાશ્રયમાં આઠ દિવસીય તપનું શ્રી મોટા સંઘ તેમજ દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ હ . સંઘમાતા પરિવાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સમસ્ત જૈન સમાજના શ્રાવક- શ્રાવિકા આ તપમાં જોડાઈ અને શાસનની શાન વધારે આ આયોજનનું મુખ્ય કારણ સંતોની વાર્ષિક અને માસિક પુણ્યતિથિ તેમજ દાતા પરિવારનાં સભ્યોની વાર્ષિક અને માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલ છે. તા. ૧૨-૧૨-૨૦૨૫ થી ૧૯-૧૨-૨૦૨૫ (૮ દિવસીય તપ) ૫.પૂ. ઝવેરબાઈ મહાસતીજી ૫.પૂ. દયાબાઈ મહાસતીજી બન્નેની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તથા બ્રા.બ્ર.પૂ. હર્ષાબાઈ મહાસતીજીની માસિક તિથિ નિમિત્તે તેમજ  સંઘમાતા પરિવારનાં મોભી સ્વ. મનસુખલાલભાઈ વાલજીભાઈ શાહ, સવિતાબેન મનસુખલાલભાઈ શાહ,  જયસુખલાલભાઈ મનસુખભાઈ શાહ, સંઘમાતા હેમલતાબા,  દિનાબેન યોગેશભાઈ શાહની વાર્ષિક તિથિ અને મુકેશભાઈ જયસુખલાલભાઈ શાહની માસિક તિથિ નિમિત્તે આ આઠ દિવસીય તપનું આયોજન કરવામાં આવ્યું છે. આયંબીલ, એકાસણા, બ્યાસણા લોકાગચ્છ જ્ઞાતિની વાડી, ચાંદીબજારમાં કરવાના રહેશે.

તદૃનુસાર આઠ દિવસીય તપમાં તા. ૧૨ના શુક્રવારે ઉપવાસ, તા.૧૩ના શનિવારે એકાસણું, તા. ૧૪ ના રવિવારે બ્યાસણું, તા. ૧૫ ના સોમવારે ઉપવાસ, તા . ૧૬ ના મંગળવારે એકાસણું તા. ૧૭ ના બુધવારે આયંબિલ, તા. ૧૮ ના ગુરૂવારે બ્યાસણું, તા. ૧૯ ના શુક્રવારે ઉપવાસ તથા આ સાથે ૩, ૪ અને ૫ સામાયિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તપ કરનાર તપસ્વીએ પોતાના નામ મંજુલાબેન મેતા મો. ૯૮૨૪૫ ૪૭૬૫૩ તથા રીટાબેન મેતા મો.૭૫૬૭૮ ૮૨૭૭૨ તેમજ ઉપાશ્રયના હોદ્દેદારોને લખાવવાના રહેશે અને તેની વિગત તા. ૧૦ સુધીમાં વ્યવસ્થાપક મંત્રી દિપકભાઈ શાહને પહોંચાડવાની રહેશે. આ આઠ દિવસીય તપમાં જોડાયેલા તપસ્વીઓનું બહુમાન દાતા પરિવાર તરફથી કરવામાં આવશે . જેમને તપસ્વીનું બહુમાન કરવાના ભાવ હોય તેમણે પોતાનું નામ મંજુલાબેનને લખાવવાનું રહેશે.

દાતા શ્રી સંઘમાતા હેમલતાબા પરિવાર , માતુશ્રી સરોજબેન જયવંતભાઈ કોઠારી પરિવાર (પ.પૂ. હર્ષબાઈ સ્વામીના સંસારી માતા-પિતા ) (રાજકોટ), કોકીલાબેન પ્રભુલાલભાઈ શાહ પરિવાર (હ.વિરેન્દ્રભાઈ દોશી ),  મૃદુલાબેન ભાનુભાઈ દોશી (હ. પરાગભાઈ દોશી),  મીનાબેન વિરેન્દ્રભાઈ શેઠ (મુંબઈ),  નીરૂબેન વિરેન્દ્રભાઈ સંઘવી (મુંબઈ), ધનવંતરાય મનસુખભાઈ શાહ (હસ્તે : મનોજભાઈ - ધર્મેન્દ્રભાઈ), મધુબેન જયેન્દ્રભાઈ કોઠારી (હસ્તે : હરેન્દ્રભાઈ - લાલુભાઈ),  ભરતભાઈ મનસુખભાઈ શાહ (હસ્તે : જાગૃતિબેન - ભરતભાઈ), ધીરજભાઈ ડોશાલાલભાઈ-મેતા પરિવાર (મુકેશભાઈના સસરા),   પ્રમોદભાઈ ભગવાનજીભાઈ કોઠારી (વેવાઈ) (જામનગર),  ઉપેન્દ્રભાઈ નટવરભાઈ મોદી (રાજકોટ) (વેવાઈ),  પ્રકાશભાઈ જયકરભાઈ શાહ (વેવાઈ- થાનગઢ), ઈન્દિરાબેન રજનીભાઈ મેતા (હસ્તે. સુમેશભાઈ), નરેશભાઈ ધીરૂભાઈ મકીમ (વેવાઈ), સંજયભાઈ લલીતભાઈ મેતા (વેવાઈ-રાજકોટ) દ્વારા તપસ્વીઓનું બહુમાન કરવામાં આવશે.

સંઘ અને સંઘમાતા પરિવાર દ્વારા સમસ્ત જૈન સમાજના શ્રાવક - શ્રાવિકાઓને આ તપમાં જોડાયને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh