Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરખા નામની સોસાયટીના આધારે પકડાઈ ગયોઃ
જામનગર તા. ૯: જામનગરમાં ૩૧ વર્ષ પહેલાં એક શખ્સે ફ્લેટ આપવાનું જણાવી પાછળથી ફ્લેટ ન આપતા છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુન્હો નોંધાયો હતો. આ આરોપીને તેની સોસાયટીના નામ પરથી વડોદરામાં પેરોલ ફર્લો સ્કવોડે શોધી કાઢી અટકાયતમાં લીધા પછી લગત પોલીસ મથકને કબજો સોંપ્યો છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૧૯૯૪માં આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા કેતન અંબાલાલ પટેલ નામના શખ્સ ની સંડોવણી જાહેર થઈ હતી. ગુન્હો નોંધાયા પછી આ આરોપી જામનગર મુકીને પરિવાર સાથે ચાલ્યો ગયો હતો. અગાઉ કન્સ્ટ્રક્શનનું કામ કરતા આ શખ્સે લવકુશ નામના એપાર્ટમેન્ટમાં ફલેટ આપવાનું જણાવી છેતરપિંડી આચરી હોવાથી આ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી જેમાં વડોદરાના વડસરમાં લવકુશ નામની સોસાયટી હોવાનું અને તે સોસાયટી કેતન પટેલ નામના શખ્સે બનાવી હોવાનું જામનગરની પેરોલ ફર્લો સ્કવોડને જણાઈ આવતા આગળ વધેલી સ્કવોડની ટીમે વડોદરા ધસી જઈ કેતન અંબાલાલ પટેલને ૩૧ વર્ષ પછી જામનગરના ગુન્હામાં અટકમાં લઈ જામનગર ખસેડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial