Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા
દ્વારકા તા. ૧૬: આરપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા દ્વારકા જિલ્લાની ૩૬ સ્કૂલોમાં અંદાજે ૨૧૦૦૦ જેટલી નોટબૂક્સ અને ૧૦૦૦ એજ્યુકેશન કિટ્સનું વિતરણ કરાયુ હતું.
દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી ઘડી ડીટર્જન્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની જવાબદારી નિભાવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશનના માધ્યમથી દેવભૂમિ દ્વારકાની ૩૬ જેટલી શાળાઓમાં અંદાજે ૨૧૦૦૦ જેટલી નોટબૂક્સનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
શાળા પ્રવેશોત્સવના સુવર્ણ અવસરે અને કન્યા કેળવણીના ભાગરૂપે બાળકો માટે તૈયાર કરેલી ૧૦૦ જેટલી એજ્યુકેશન કિટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેમાં શૈક્ષણિક સાધનો-સ્કૂલબેગ, નોટબૂક, પેન્સિલ સેટ, શાર્પનર, રબર સહિત પાણીની બોટલ વગેરેની કીટ. આ પહેલથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચિ વધારવા અને તેમને ઉત્સાહિત કરવા માટેના આ યોગદાન બદલ શાળાના આચાર્યો, શિક્ષકો તથા સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા ઘડી ડિટર્જન્ટ તથા કર્મચારીઓને બિરદાવાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial