Advertisement
Author: નોબત સમાચાર

નગરના મહિલા કોર્પોરેટર સતત ૧૦મા વર્ષે સરહદ પર તૈનાત જવાનોને મોકલશે રાખડી

'એક રાખી ફોજી કે નામ' અભિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: 'એક રાખી ફોજી કે નામ' અભિયાન હેઠળ રક્ષાબંધન પર દેશના જવાનોને મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત ૧૦મા વર્ષે રાખડી મોકલવામાં આવશે. જામનગરની બેહનો અને મહિલા સંસ્થાઓને આ અભિયાનમાં જોડાવા આહવાન કરાયુ છે અને રાખડી સાથે હિન્દીમાં ભાઈ-બહેન પ્રેમનો સંદેશો પણ મોકલી આપવા અપીલ કરવામાં આવી છે.

સરહદો પર ટાઢ, તાપ કે વરસાદ જોયા વગર અને માઈન્સ ડીગ્રી તાપમાનમાં પણ  દેશની રક્ષા કરતા જવાનો ૨૪ને કલાકને ૩૬૫ દિવસ તૈનાત રહે છે, ત્યારે દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે 'એક રાખી ફૌજી કે નામ' અભિયાન દ્વારા દેશના સૈનિકોને રાખડી મોકલવાનું કાર્ય જામનગરમાં ૯ વર્ષથી મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા કરવામાં આવે છે, આ વર્ષે આ અભિયાન ૧૦ માં વર્ષમાં પ્રવેશસે, અભિયાન હેઠળ જામનગરથી રાખડીઓ સરહદ પરના જવાનોને મોકલવામાં આવે છે, તેમજ જામનગરમાં ફરજ બજાવતા લશ્કરના જવાનોને તેમજ માજી સેંનિકોને જામનગરની બેહનો દ્વારા રાખડી બાંધવામાં આવે છે.

આ વર્ષે પણ એક રાખી ફૌજી કે નામ' અભિયાન શરૂ કરાયું છે. જેમાં મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ જામનગરની બહેનોને તેમજ મહિલા સંસ્થાઓને આ અભિયાનમાં જોડાઈ સરહદ પરના જવાનો માટે રાખડી મોકલવાનું આહવાન કરે છે. આ માટે બેહનોએ સાવ સિમ્પલ અને વજનમાં હળવી (દા.ત. ગલગોટા ) રાખડી તેમજ સૈનિકોને સંબોધી હિંદી ભાષામાં પત્ર એક કવરમાં મૂકી કવર સીલબંધ કરી ને તારીખ ૩૦/૦૭/૨૦૨૫ સુધીમાં મોકલવાનો રહેશે. કવર ઉપર ટપાલ ટિકિટ કે રોકડ મોકલવાની નથી. તમામ ટપાલ ખર્ચ કોર્પોરેટર દ્વારા કરવામાં આવશે. રાખડી મોકલવા માટે સંપર્ક : ડિમ્પલબેન રાવલ (મો.ન. ૯૪૨૬૨ ૦૮૭૮૯) નોબત પ્રેસ સામે, ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ નજીક, પંચેશ્વર ટાવર રોડ જામનગર, સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન રાખડી મોકલવા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh