Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ધોધમાર વરસાદઃ યાત્રિકો ઘટ્યાઃ દરિયામાં કરંટઃ મેઘાની મોજ માણતા નગરજનો

મધ્ય રાત્રિથી ઝરમર વરસાદ શરૂ થયો હતોઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪: દ્વારકામાં મધ્ય રાત્રિથી ઝરમળ વરસાદ પછી આજે બપોરે ૧ર વાગ્યે આસપાસ વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે, અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દરિયાઈ મોજા ઉછળી રહ્યા છે. ગોમતીઘાટ અંગે સમુદ્રના પાણી બન્ને એક થઈ જતા ગોમતીજીના ૧૩ ઘાટો અને નવા ગોમતીઘાટના પગથિયાઓ પાણીમાં ડૂબી ગયા છે.

ભારે વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરમાં પણ યાત્રિકોની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ રોજના ધજાજીના મનોરથના નિત્યક્રમ મુજબ આજે સવારથી ચાર ધ્વજારોહણ થયા છે.

દ્વારકાવાસીઓ પણ જાહેર સ્થળો ઉપર વરસાદની મોજ માણવા નીકળી પડ્યા છે, તો બીજી તરફ સમુદ્ર કિનારાને ગોમતીઘાટ ઉપર કોઈ વ્યક્તિ સ્નાન કરવા ન જાય તેના માટે સુરક્ષાના પગલાં લેવા માટે શરૂ કરી દીધી છે.

આજે ભારે વરસાદના કારણે દ્વારકામાં ચાલતા ડિમોલીશનની કામગીરી પણ થંભાવી દેવામાં આવી છે. ભડકેશ્વર બીચ અને ગાયત્રી બીચ સહિતના સમુદ્ર કિનારે દ્વારકાવાસીઓ વરસાદની મોજ માણવા નીકળી પડ્યા છે. કાયમી યાત્રિકોથી ધમધમતા બેટદ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રૂક્ષ્મણી મંદિરે દર્શનાર્થીઓ વરસાદના કારણે પહોંચી શક્યા નથી તેથી તમામ ધાર્મિક સ્થળો સુમસામ જોવા મળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh