Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે
વડોદરા તા. ૪: વડોદરાની સ્કૂલને બોમ્બથી ઊડાવી દેવાની ધમકીથી દોડધામ મચી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી છે, અને ચેકીંગ શરૂ કર્યું છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી કાંઈ મળ્યું નથી.
ગુજરાતના મોટા શહેરોમાં જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે. ત્યારે વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકીંગ અને સર્ચ ઓપરેશન શરૂ દેવામાં આવ્યું હતું, પરંતુ કશું હાથ લાગ્યું ન હતું.
સ્કૂલ તેમજ વાલીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરામાં સમા વિસ્તારની નવરચના સ્કૂલને એક પછી એક બે વખત તેમજ રિફાઈનરી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ બોમ્બની ધમકી મળ્યા પછી હવે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઈનટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. આજે વહેલી સવારે ધમકીનો મેસેજ જોતા સ્કૂલના વહીવટકર્તાઓએ વાલીઓને ગ્રુપ મેસેજ કરી તાત્કાલિક બાળકોને લઈ જવા અથવા તો વાનના ચાલકોને સ્કૂલે મોકલી આપવા જાણ કરી હતી.
બીજી તરફ ડીસીપી પન્ના મોમાયાની ટીમ સ્કૂલમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડની મદદ લઈ સ્કૂલમાં ચેકીંગ હાથ ધર્યું હતું, જો કે મોટાભાગની તપાસ દરમિયાન કાંઈ હાથ લાગ્યું ન હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial