Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં કાયદાથી સંઘર્ષિત કિશોરની અટકાયત

મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: કાલાવડના ગ્રામ્ય પંથકમાં અગિયાર મહિના પહેલાં એક પરપ્રાંતીય કાયદાથી સંઘર્ષિત કિશોર સામે સગીરાના અપહરણ તથા દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હતી. આ કિશોરને મધ્યપ્રદેશ રાજ્યમાંથી પકડી લેવામાં આવ્યો છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ગયા વર્ષે એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવા અંગે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. જેમાં કાયદાથી સંઘર્ષિત પરપ્રાંતીય કિશોરની સંડોવણી ખૂલી હતી. છેલ્લા અગિયાર મહિનાથી કાયદાથી સંઘર્ષિત કિશોર પોલીસના હાથમાં આવતો ન હતો. તે દરમિયાન મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના એક વિસ્તારમાં કાયદાથી આ સંઘર્ષિત કિશોર આવ્યો હોવાની બાતમી મળતા દોડી ગયેલી કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે તેની અટકાયત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh