Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસી શ્રેણીમાં વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને
રાજકોટ તા. ર૧: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને એસી શ્રેણીમાં સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૮ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને ટિકિટની વધુ ઉપલબ્ધતા સાથે વધુ આરામદાયક મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે.
જેમાં ટ્રેન નંબર ૧૯૫૭૫ / ૧૯૫૭૬ ઓખા-નાથદ્વારા એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી ૨૭ મે ૨૦૨૬ અને નાથદ્વારાથી ૨૮ મે ૨૦૨૬ થી અમલી બનશે.
ટ્રેન નંબર ૨૨૯૩૯ / ૨૨૯૪૦ ઓખા-બિલાસપુર એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી ૨૩ મે ૨૦૨૬ અને બિલાસપુરથી ૨૫ મે ૨૦૨૬ થી અમલી બનશે.
ટ્રેન નંબર ૨૦૯૧૩ / ૨૦૯૧૪ રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે. આ વ્યવસ્થા રાજકોટથી ૨૧ મે ૨૦૨૬ અને દિલ્હી સરાય રોહિલ્લાથી ૨૨ મે ૨૦૨૬ થી અમલી બનશે.
ટ્રેન નંબર ૨૨૯૩૭ / ૨૨૯૩૮ રાજકોટ-રીવા એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે. આ વ્યવસ્થા રાજકોટથી ૨૪ મે ૨૦૨૬ અને રીવાથી ૨૫ મે ૨૦૨૬ થી અમલી બનશે.
ટ્રેન નંબર ૧૯૫૭૮ / ૧૯૫૭૭ જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે. આ વ્યવસ્થા જામનગરથી ૨૩ મે ૨૦૨૬ અને તિરુનલવેલીથી ૨૬ મે ૨૦૨૬ થી અમલી બનશે.
ટ્રેન નંબર ૨૨૯૦૮ / ૨૨૯૦૭ હાપા-મડગાંવ એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાપાથી ૨૭ મે ૨૦૨૬ અને મડગાંવથી ૨૯ મે ૨૦૨૬ થી અમલી બનશે.
ટ્રેન નંબર ૧૯૩૧૯ / ૧૯૩૨૦ વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૬ થી વધારીને ૭ કરવામાં આવી છે. આ વ્યવસ્થા વેરાવળથી ૨૭ મે ૨૦૨૬ અને ઈન્દોરથી ૨૬ મે ૨૦૨૬ થી અમલી બનશે.
ટ્રેન નંબર ૧૯૨૧૮/૧૯૨૧૭ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૬ થી વધારીને ૭ કરવામાં આવી છે. આ વ્યવસ્થા વેરાવળથી ૨૩ મે ૨૦૨૬ અને બાંદ્રા ટર્મિનસથી ૨૨ મે ૨૦૨૬ થી અમલી બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial