Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલાઉન્સ-સર્વિસીસના ટેકસેશનમાં સુધારો કરાયોઃ
નવી દિલ્હી તા. ર૧: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા 'ઈન્કમ ટેક્સ નિયમ ર૦ર૬' નોટિફાય કરવામાં આવ્યા છે. આ નવા નિયમો ૧ એપ્રિલ ર૦ર૬ થી અમલમાં આવશે. આ ફેરફારોમાં પગારદાર કર્મચારીઓને મળતા એલાઉન્સ અને સર્વિસીસના ટેકસેશનમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.
જુની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે હવે હાઈ એચઆરએ છૂટ માટે અમદાવાદ અને પૂણે જેવા શહેરોને પણ સામેલ કરાયા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે, અમદાવાદ અને બેંગલુરૂમાં રહેતા લોકો પગારના પ૦ ટકા સુધી એચઆરએ એક્ઝેમ્પશન ક્લેમ કરી શકશે. અન્ય શહેરો માટે આ મર્યાદા ૪૦ ટકા રહેશે. નવી ટેક્સ વ્યવસ્થામાં એચઆરએની કોઈ છૂટ મળશે નહીં.
બાળકોના અભ્યાસ પાછળ થતા ખર્ચમાં રાહત આપવા માટે સરકારે વર્ષો જુની લિમિટમાં મોટો વધારો કર્યો છે. હવે રૂ।. ૧૦૦ ને બદલે રૂ।. ૩૦૦૦ પ્રતિમાસ (મહત્તમ બે બાળકો માટે) ટેક્સ ફ્રી રહેશે. રૂ।. ૩૦૦ થી વધારીને રૂ।. ૯૦૦૦ પ્રતિમાસ કરવામાં આવ્યું છે.
જુની ટેક્સ વ્યવસ્થામાં છૂટ મેળવવા માટે હવે આ ડોક્યુમેન્ટ્સ ફરજિયાત રહેશે. જો વાર્ષિક ભાડું રૂ।. ૧,૦૦,૦૦૦ થી વધુ હોય તો મકાનમાલિકનું નામ, સરનામું અને પાન નંબર આપવો પડશે. મુસાફરીના વાસ્તવિક ખર્ચના પુરાવા (ટિકિટ વગેરે), લોન આપનાર સંસ્થાનું નામ અને પાન નંબર, સીબીડીટીનો આ નિર્ણય ખાસ કરીને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ખર્ચમાં મોટી રાહત આપનારો છે, જો કે નવા નિયમોનો સંપૂર્ણ લાભ લેવા માટે ટેક્સપેયર્સને યોગ્ય દસ્તાવેજો રાખવા અને સમયસર રોકાણના પુરાવા સબમિટ કરવા સલાહભર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial