Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના શિવા ગામે વનમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ઉજવાયો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ

શ્રેષ્ઠ કર્મયોગીઓનું સન્માન બાળકોનું અદ્ભૂત લઘુનાટક, સંબોધનો, સાંસ્કૃતિક કાર્યક્રમ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: ભાણવડ તાલુકાના શિવા ગામે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ૭૬મા વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં વનમંત્રીએ કહ્યું હતું કે, દરેક વ્યકિત પોતાના માતાના નામે એક વૃક્ષનું વાવેતર કરી તેની જાળવણીનો સંકલ્પ લઈએ. આપણા જિલ્લા તથા રાજ્યને હરિયાળું બનાવીએ. વૃક્ષોનું જતન અને સંવર્ધન થકી આપણી ઈકોસિસ્ટમની સમતુલાને જાળવવામાં આપણું યોગદાન આપીએ.

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકાના શિવા ગામે ૭૬મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા કહૃાું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનની અસર વ્યાપક જોવા મળી રહી છે. અસહૃા ગરમી, અતિવૃષ્ટિ, સુનામી જેવી કુદરતી આફતો પ્રમાણ વધ્યું છે. ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક પડકારો વચ્ચે દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં *એક પેડ મૉં કે નામ* અભિયાનની શરૂઆત કરાવી હતી.

વન મહોત્સવ એટલે જન જનને પર્યાવરણ સાથે જોડાવાનો અનેરો અવસર. ગ્રીન કવર વધારવા માટે વડાપ્રધાનના *એક પેડ મૉં કે નામ* આહવાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુપેરે પાર પાડ્યું છે. રાજ્યમાં અંદાજિત ૧૭.૫૦ કરોડ કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરી ગુજરાતે નવી દિશા ચીંધી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યુ કે, રાજ્ય સરકાર પર્યાવરણના સંરક્ષણ તેમજ જળ સંરક્ષણ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. ચોમાસામાં વરસાદી પાણી વ્યય થતો અટકાવવા *કેચ ધ રેન* અભિયાન થકી ભૂગર્ભ જળ રિચાર્જ માટે સઘન પ્રયાસો થઈ રહૃાા છે. ઉપરાંત, ગ્રીન કવર વધારવા માટે સરકારની સાથે દરેક વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી સમજી પર્યાવરણના જતનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનો સંકલ્પ કરીએ જેથી આપણી આવનારી પેઢીને એક હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણ આપી શકીએ.

જિલ્લા કક્ષાના ૭૬માં વન મહોત્સવમાં પર્યાવરણના સંરક્ષણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  ઉપરાંત, પર્યાવરણના સંરક્ષણ માટે રાખવાની થતી તકેદારી અંગે પ્રેરિત કરતું લઘુ નાટક તથા શિવા હાઈસ્કૂલની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

જિલ્લા કક્ષાના ૭૬માં વન મહોત્સવ કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પરીક્ષેત્ર વન અધિકારી પાયલ જોશી તથા આભારવિધિ પરીક્ષેત્ર વન અધિકારી બી.જે.ડોડીયા દ્વારા કરવામાં આવી હતી.

જિલ્લા કક્ષાના ૭૬મા વન મહોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, કે.ડી.કરમુર, વન સંરક્ષક રાજકોટ સેન્થીલકુમાર, નાયબ વન સંરક્ષક અરૂણકુમાર, આરએફઓ પાયલબેન જોષી અગ્રણી સર્વે એભાભાઈ કરમૂર, પી.એસ.જાડેજા, લુણાભા સુમણીયા, સાજણભાઈ રાવલીયા, હમીરભાઇ કનારા, ગોવિંદભાઈ કનારા, સગાભાઇ રાવલીયા સહિત સ્થાનિક અગ્રણીઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh