Advertisement
Author: નોબત સમાચાર

રેલવેમાં નોકરી અપાવવાના બહાને સુરતના તબીબ, મહિલા સાથે અડધા કરોડની ઠગાઈ

જૂનાગઢ તથા કાલાવડના બે શખ્સની સંડોવણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: સુરતના એક ડોક્ટર તથા એક મહિલાને જુદા જુદા સમયે રેલવેમાં નોકરી માટેની ઓફર બતાવી મૂળ જુનાગઢના એક શખ્સે કાલાવડના સાગરીતને સાથે રાખી રૂ।.૬૦ લાખથી વધુની રકમ પડાવી લીધાની બે પોલીસ મથકમાં બે ફરિયાદ કરવામાં આવી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ડો. વિરાજ જગદીશભાઈ ચોટલીયાને ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જુનાગઢના શાપુર ગામના વિવેક પ્રફુલભાઈ ચૌહાણનો સંપર્ક થયો હતો. જેમાં વિવેકે પોતાની ઓળખ રેલવે વિભાગમાં સિનિયર ડ્રાઈવર (લોકોપાયલોટ) તરીકેની આપી મારી પાસે એક વ્યક્તિને રેલવેમાં નોકરી અપાવવાની ઓથોરિટી છે તેવી વાત કર્યા પછી રેલવેમાં હાલમાં ખાસ ક્વોટામાં એક જગ્યા છે તેમ કહી રૂ।.૪૭.૩૬ લાખ પડાવી લીધા હતા.

ત્યારપછી વિવેકે જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં કુંભનાથપરામાં રહેતા રવિ કિશોરભાઈ ચોટલીયાનો સંપર્ક કરાવ્યો હતો અને રવિએ રેલવેમાં પોતે અધિકારી હોવાનું કહ્યું હતું. તેથી ડો. ચોટલીયા વિશ્વાસમાં આવી ગયા હતા. ત્યારપછી નોકરી ન અપાવવા આવતા ડો. વિરાજે તપાસ કરાવતા વિવેક ચૌહાણે તેમની સાથે અને પોતાના મિત્ર વિજય ચાવડાને પણ ચાર વર્ષ પહેલાં રેલવેમાં નોકરીની લાલચ બતાવી રૂ।.૩૩ લાખથી વધુની રકમ પડાવવા ઉપરાંત સોહિલ શર્મા નામના વ્યક્તિ પાસેથી રૂ।.૬ લાખ ૭પ હજાર, જીલાની કુરેશી નામની મહિલા પાસેથી રૂ।.૧પ લાખ પડાવી લીધાની વિગત પણ ખૂલી હતી. જેમાંથી વિજય ચાવડાએ પણ સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh