Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજી યથાવત્...!!

તા. ૧૭-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ઐતિહાસિક શટડાઉનનો અંત લાવતાં અને અમેરિકાની ભારત સાથે ટ્રેડ ડિલ ટૂંક સમયમાં થવાના પોઝિટીવ નિર્દેશોએ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકાના પરમાણું પરીક્ષણ અને પાકિસ્તાન - અફઘાનિસ્તાન વચ્ચે વણસતી પરિસ્થિતિએ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે નીચા મથાળે લેવાલી કરી હતી.

વૈશ્વિક આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે થઈ રહેલા ઝડપી ટેકનોલોજી પરિવર્તનને લઈ આઈટી ઉદ્યોગ સામે અનેક પડકારો સામે ચૂંટણીના પરિણામમાં એનડીએની બહુમતી સાથે વિજય અને શટડાઉનના અંતના પરિબળોને કારણે બજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૧%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૦૫% ઘટીને અને નેસ્ડેક ૦.૦૬% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૩૯ અને વધનારની સંખ્યા ૨૧૯૧ રહી હતી, ૨૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, ઇન્ડસ્ટ્રીયલ્સ, એનર્જી, બેન્કેકસ, કેપિટલ ગુડ્સ, પાવર અને રિયલ્ટી સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૩,૧૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૩,૫૮૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૩,૧૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૩,૫૨૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૫૫,૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૫૬,૦૪૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૫૫,૧૦૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૬૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૫૫,૮૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

સ્ટેટ બેન્ક (૯૭૩) : પબ્લિક બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૮૦ થી રૂ.૯૮૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ટાટા ટેકનોલોજી (૬૮૦) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૬૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૬૫૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૬૯૬ થી રૂ.૭૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

જેએસડબલ્યુ એનર્જી (૫૩૦) : રૂ.૫૦૫ નો પ્રથમ તેમજ રૂ.૪૯૭ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૪૮ થી રૂ.૫૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ (૩૧૬) : ઇન્વેસ્ટમેન્ટ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૩૦૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજાર માટે આવતા સમયની દિશા મિશ્ર પરંતુ માળખાકીય રીતે સકારાત્મક દેખાઈ રહી છે. એક તરફ વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો, વ્યાજદરો તથા જિયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ બજારમાં ટૂંકા ગાળે વોલેટિલિટી જાળવી શકે છે. બજારના મૂલ્યાંકન ઐતિહાસિક સરેરાશ કરતાં ઊંચા હોવાથી, ઘટાડા આધારિત તબક્કાઓ વચ્ચે - વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે. પરંતુ બીજી તરફ, ભારતની સ્થિર માઈક્રો અર્થવ્યવસ્થા, મજબૂત જીએસટી તથા ટેક્સ કલેક્શન, મજબૂત કોર્પોરેટ કમાણી વૃદ્ધિ અને અનેક ક્ષેત્રોમાં મૂડી ખર્ચ તેજ ગતિએ આગળ વધી રહી છે. આ પરિબળો લાંબા ગાળે બજારને સ્થિર સપોર્ટ આપતા રહેશે.

બીજી તરફ, વિદેશી રોકાણ પ્રવાહમાં ફરીથી વધારો, ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં સુધારા અને સ્થાનિક રોકાણકારની સતત અને મજબૂત એસઆઈપી થકી સતત રોકાણ બજારને આંતરિક મજબૂતી પ્રદાન કરે છે. મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ઊંચી કેશ પોઝિશન જાળવવામાં આવી હોવા છતાં, આ સાવચેતી તેઓને ઘટાડા દરમિયાન ખરીદીની તક અપાવશે, જેના કારણે બજારમાં ઘટાડા આધારિત સપોર્ટ મજબૂત રહેવાની શક્યતા છે. કુલ મળીને, ભારતીય બજારનું લાંબા ગાળાનું માળખાકીય રીતે તેજી વલણ યથાવત્ છે, જ્યારે ટૂંકા ગાળે વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ઉતાર-ચઢાવ સાથે રેન્જ બાઉન્ડથી સિલેક્ટીવ અપટ્રેન્ડ ચાલ જળવાઈ રહેવાની સંભાવના વધારે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh