Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદની ઝાયડસને સતત સાતમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 'ધ વીક'ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા છેલ્લા ૭ વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર ૧ હોસ્પિટલ બની રહી છે.
શ્રેષ્ઠ હોસ્પિટલ પુરસ્કાર સમારોહમાં ઝાયડસ હોસ્પિટલને મળેલ આ સિદ્ધિ પાછળ અહીંના કુશળ તજજ્ઞોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. પશ્ચિમ ભારતમાં તબીબી સેવાઓના સૌથી વ્યાપક પોર્ટફોલિયોમાંના એક સાથે ઝાયડસે રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ગેસ્ટ્રીઈન્ટેસ્ટાઈનલ સાયન્સ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, પલ્મોનોલોજી અને ઓન્કોલજીમાં મહત્ત્વના પરિણામો દર્શાવ્યા છે. આ હોસ્પિટલ, આ પ્રદેશમાં લીવર અને કિડની ટ્રાન્સાપ્લાન્ટ પ્રોગ્રામ્સનું મોટું કેન્દ્ર છે તેમજ બોન મેરો અને જટિલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં પણ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે.
એમપી બાંસુરી સ્વરાજના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો. કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, પ્રખ્યાત લેખક ચેતન ભગત અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ 'ધ વીક હેલ્થ સમિટ'માં ઝાયડસ હોસ્પિટલને 'બેસ્ટ હોસ્પિટલ એવોર્ડસ ર૦રપ'ના સમ્માનથી નવાજવામાં આવી. આ સમિટમાં ભારતમાં આરોગ્ય સંભાળના ભવિષ્ય પર ચર્ચાકરવા માટે નીતિ નિર્માતાઓ, અગ્રણી મેડિકલ નિષ્ણાતો, હોસ્પિટલવ વહીવટકર્તાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોએ હાજરી આપી હતી. અસંખ્ય દર્દીઓએ મૂકેલા વિશ્વાસના પરિણામે ઝાયડસ હોસ્પિટલે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હંસા રિસર્ચ અને 'ધ વીક'ના તરફથી મળેલ આ સન્માન, આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં અગ્રણી તરીકે ઝ્યડસને વધુ આગળ વધવા માટે પ્રેરિત કરે છે, જે તેની ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ દર્દીઓ સુધી પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial