Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય મંત્રીએ ગણાવ્યું ઐતિહાસિક કદમ
નવી દિલ્હી તા. ૧૭: ભારત-અમેરિકા વચ્ચે મહત્ત્વપૂર્ણ ડીલ થઈ છે. ભારત અમેરિકાથી એલપીજીની મોટી માત્રામાં આયાત કરશે. કેન્દ્રીય મંત્રીએ આ કરારને ઐતિહાસિક કદમ ગણાવ્યું છે.
ભારતે યુએસ પાસેથી એલપીજી આયાત કરવા માટે પોતાનો પ્રથમ લાંબા ગાળાનો કરાર કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ પગલું દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરશે અને પુરવઠાના સ્ત્રોતોમાં વિવિધતા લાવશે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી કે સરકારી ઓઇલ કંપનીઓએ વર્ષ ૨૦૨૬ માટે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે ૨.૨ મિલિયન ટન(એમટીપીએ) એલપીજી આયાત કરવા માટે એક વર્ષનો કરાર કર્યો છે. આ જથ્થો ભારતની વાર્ષિક એલપીજી આયાતનો લગભગ ૧૦% છે.
આ યુએસ સાથે ભારતનો અત્યાર સુધીનો પ્રથમ સંરચિત એલપીજી ખરીદી કરાર છે અને તેને મોન્ટ બેલ્વ્યુ સાથે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે, જે એલપીજી માટેનું મુખ્ય યુએસ પ્રાઇસિંગ હબ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના અધિકારીઓની એક સંયુક્ત ટીમ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મુખ્ય અમેરિકન ઉત્પાદકો સાથે વાટાઘાટો કરવા માટે યુએસ ગઈ હતી.
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો એલપીજી ગ્રાહક છે. ઉજ્જવલા યોજનાના વિસ્તરણને કારણે તેની માંગ વધી છે અને હાલમાં ભારત તેની ૫૦%થી વધુ એલપીજી જરૂરિયાત પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે. યુએસ પાસેથી મોટો હિસ્સો મેળવવાનો આ નિર્ણય પરંપરાગત સપ્લાયરો પરની નિર્ભરતા ઘટાડવા, પુરવઠાની સ્થિરતા સુધારવા અને વૈશ્વિક ભાવના તીવ્ર ઉછાળા સામે ભાવના જોખમને ઘટાડવા અથવા નિયંત્રિત કરવા માટેની ભારતની વ્યૂહરચનાનો ભાગ છે.
કેન્દ્રીય મંત્રી પુરીએ જણાવ્યું હતું કે, 'ગયા વર્ષે વૈશ્વિક એલપીજીના ભાવ ૬૦%થી વધુ વધ્યા હોવા છતાં, સરકારે ૪૦,૦૦૦ કરોડથી વધુ ખર્ચ કરીને ગ્રાહકોને વાજબી ભાવ આપીને રાહત આપી હતી, જેનાથી ઉજ્જવલાના લાભાર્થીઓએ ૧૧૦૦ના વાસ્તવિક ખર્ચ સામે માત્ર ૫૦૦૫૫૦ ચૂકવ્યા હતા.
તેમણે યુએસ સાથેના આ કરારને ભારતીય પરિવારો માટે 'સુરક્ષિત, સસ્તું અને ભરોસાપાત્ર એલપીજી પુરવઠો' સુનિશ્ચિત કરવાની દિશામાં બીજું પગલું ગણાવ્યું. આ કરાર ભારત-યુએસ ઊર્જા સહયોગને ગાઢ બનાવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે, પુરવઠામાં વિવિધતા સપ્લાય-ચેઇનનું જોખમ ઘટાડે છે અને ભાવ સ્થિરતા વધારે છે. ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી બજાર વિસ્તરી રહૃાું હોવાથી, સ્ત્રોતોનું વધુ વૈવિધ્યકરણ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial