Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ અને જોડિયા આઈ.ટી.આઈ.માં વિવિધ ટ્રેડની બેઠકો પર ઓનલાઈન અરજી કરી શકાશે

આગામી તા. ૩૦-૮-૨૦૨૫ સુધી ફોર્મ ભરાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર તા.૨૬: રોજગાર અને તાલીમ ખાતું, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધ્રોલ(ખારવા રોડ)માં ધો.૧૦ પાસ માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, કોપા, મિકેનિક ડીઝલ, મોટર મિકેનિક વેહિકલ, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), તથા ધો.૦૮ પાસ માટે વાયરમેન, સુઈંગ ટેકનોલોજી,વેલ્ડર ટ્રેડની ખાલી બેઠકો પર તથા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જોડીયા (ભાદરા)માં ધો.૧૦ પાસ માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, કોપા, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) તથા ધો.૦૮ પાસ માટે વાયરમેન ટ્રેડની ખાલી બેઠકો પર આગામી તા. ૨૬-૦૮-૨૦૨૫ થી ૩૦-૦૮- ૨૦૨૫ સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે.

આથી પ્રવેશના ચોથા રાઉન્ડમા પ્રવેશ વાંચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન રંંૅજઃ//ૈંૈટ્ઠઙ્ઘદ્બૈજર્જૈહ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ઉપરથી નવેસરથી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન માધ્યમ થી રૂ.૫૦ રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ પ્રવેશ મળ્યે તમામ અસલ પ્રમાણપત્રો તેમજ મહિલા, એસસી, એસટી અને પીએચ તાલીમાર્થીઓને સીએમડી ના રૂ.૨૫૦ અને તે સિવાયના ઉમેદવારોએ સીએમડી રૂ.૨૫૦ અને સત્ર ફી રૂ.૬૦૦ (ઓનલાઈન ફી) સાથે રૂ.૮૫૦ સાથે પ્રવેશ માટે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

પ્રવેશના ચોથા રાઉન્ડમા પ્રવેશ લેવા ઉમેદવારે નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે. રોજેરોજની અરજીઓનું મેરીટ બની સાંજે ૪ થી ૬ કલાક સુધીમાં એડમિશન પોર્ટલ પરથી પ્રવેશ આપવામાં આવશે. જે માટે ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રો અને જરૂરી ફી સાથે પ્રવેશ લેવા ફોર્મ ભરેલ સંસ્થા ખાતે હાજર રહેવાનું રહેશે. લાગુ પડતી ટ્યુશન ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. જો કોઈ ઉમેદવારે પ્રવેશના પ્રથમ દ્વિતીય/ તૃતીય રાઉન્ડમા પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય, અને ચોથા રાઉન્ડમા નવેસરથી ફોર્મ ભરી પ્રવેશ લેશે તો તેવા ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં અગાઉ ભરેલ ફી પરત મળવાપાત્ર રહેશે નહિ તથા તેનો અગાઉ કન્ફર્મ કરાવેલ પ્રવેશ આપમેળે રદ થઇ જશે. જે ઉમેદવારને બંધનકર્તા રહેશે. તેમ ઓદ્યોગિક તાલીમ સંસ્થા ધ્રોલ અને જોડીયાના આચાર્યઓની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh