Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ અને ઈજનેરોની ટીમ દ્વારા ૫ુલની તપાસણીની કામગીરી

ટેકનીકલ સર્વે પછી જર્જરીત પૂલની મરામત કરાશેઃ ભયજનક પૂલ બંધ કરી કરાશે વૈકલ્પિક વ્યવસ્થા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૪ઃ સાવચેતીના ભાગરૃપે  તથા વર્ષાઋતુના અનુસંધાને આવનાર સમયમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના ધ્યાને લેતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ માર્ગ અને મકાન પંચાયત તેમજ રાજ્ય, નેશનલ હાઈ-વે ઓથોરીટી હસ્તકના મેજર/માઈનર બ્રિજનુું જિલ્લાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં આવેલ અવર-જવર માટેના તમામ બ્રિજ, પુલોમાંથી કોઈ સ્ટ્રક્ચર જર્જરીત હોય તો દુર્ઘટના નિવારવા તેનો ટેકનિકલ સર્વે કરી મરામત કરવા અને જરૃર જણાયે આવા જોખમી બ્રિજ/પુલો પર અવર-જવર બંધ કરી તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન અનુસાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઈજનેરોની કુલ ૮ ટીમ દ્વારા ખંભાળીયા-સલાયા રોડ, કલ્યાણપુર-દ્વારકા રોડ, ભાતેલ-મેવાણ-સિદ્ધપુર રોડ, મેવાણ-માધુપુર-જુવાનગઢ રોડ, બેહ-વડત્રા રોડ, બજાણા-કોટા-કંડોરા રોડ ઉપર તેમજ ગુંદલા, ચાંદવડ, દાંતા, નાના માંઢા, મોટા માંઢા, આહિર સિંહણ ગામો નજીક આવેલ બ્રિજ અને અન્ય પુલોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વે બાદ પુલ જર્જરીત જણાયે મરામત કરવામાં આવશે તેમજ ભયજનક પુલ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા માટે ટ્રાફિક ડાયવર્ઝન રૃટ જાહેર કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૬૦ પુલો આવેલા છે તેમાં માઈનર તેમજ મેજર મળીને આર.એન્ડ બી. સેટના ૭૪ નેશનલ હાઈ-વેના ૫૬, આર.એન્ડબી. પંચાયતના ૫૩, નેશનલ હાઈ-વે ઓથોરીટીના ૭૭ મળીને કુલ ૨૬૦ પુલો માટે આઠ ટીમો બનાવીને વર્ગ-૧ ના અધિકારીની આગેવાનીમાં આ તમામ ટીમો પુલોની વિઝીટ લઈને તેની મજબૂતાઈ તથા હાલની સ્થિતિનું ચેકીંગ કરે તેવી વ્યવસ્થા સાથે ખાસ બેઠક યોજીને આ કામગીરી શરૃ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh