Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીજન્ય રોગચાળા માટે
જામનગર તા. ૧૦: જામનગરમાં વોર્ડ નં. ૧ મા સફાઈ અંગે તેમજ પીવાના પાણીની પાઈપલાઈનમાં લીકેજ/દૂષિત પાણી ભળી જવાના પ્રશ્ને આ વોર્ડના કોર્પોરેટર દ્વારા ગત્ તા. ર૮-૧-ર૦રપ અને તા. ૧૯-૧૧-ર૦રપ ના લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે પાણીજન્ય રોગ (ઝાડા-ઉલ્ટી (કોલેરા) ના કેસો નોંધાયા છે. શહેરમાં નોંધાયેલા ૪૯ કેસોમાંથી વોર્ડ નં. ૧ ના જ ૩પ જેટલા કેસો છે જે અતિ ગંભીર સ્થિતિ સૂચવે છે. આ વોર્ડમાં ખરાબ પાણીનું વિતરણ થાય છે અને તે અંગેની ફરિયાદનો ઉકેલ લાવવામાં તંત્રની બેદરકારી કારણભુત છે.
આથી જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષના નેતા ધવલભાઈ નંદાની આગેવાની હેઠળ વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર, અન્ય કોર્પોરેટરો, પ્રદેશ પ્રતિનિધિ સહારાબેન મકવાણા, કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, સ્થાનિક રહેવાસીએ આવેદનપત્ર પાઠવી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial