ચિરવિદાય

જામનગરઃ શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિના શાંતિલાલ મૂળજીભાઈ નંદા (ઉ.વ. ૮૦), તે પ્રતિભાબેનના  પતિ તથા રક્ષા ભાવેશભાઈ રાવલ, શીતલ પ્રકાશભાઈ વસીયર, સપના હિતેશભાઈ કનખરા, વિવેક  શાંતિલાલના પિતા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. મોહનભાઈ નંદા, બચુભાઈ સવિતાબેન કેશુભાઈ  જોઈસરના ભાઈ તથા પૂર્વ મેયર દિનેશ શિવલાલના ભાઈ તથા નગરસેવક અને વિરોધપક્ષના નેતા  ધવલ નંદાના દાદા તથા સુનિલ વસંતરાય કટારમલ (જેએમસી) ના બનેવીનું તા. ૪-પ-ર૦રપ ના  અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. પ-પ-ર૦રપ, સોમવારના બહેનો માટે સાંજે ૪.૩૦ થી પ  દરમિયાન અને પુરૃષો માટે પ.૩૦ થી ૬ વાગ્યા દરમિયાન હાલારી ભાનુશાળી સમાજની જૂની વાડી,  હવાઈચોક, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ રાજેશભાઈ એમ. જોશી (ઉ.વ.૮૦) (ંએડવોકેટ, અમદાવાદ સિટી, સિવિલ કોર્ટ), તે  નેહલભાઈ જોશી (ડિસ્ટ્રીક્ટ જજ, જામનગર) તથા બીજલભાઈ જોશીના પિતા તથા પૂર્ણિમાબેન  જોશીના  પતિનું તા. ૩-૫-૨૦૨૫ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું સોમવાર તા. ૫-૫-૨૦૨૫ના સાંજે ૬  થી ૬:૩૦ દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

મૂળ મોટી વેરાવળના હાલ જામનગર નિવાસી સ્વ. દામજીભાઈ મીઠાભાઈ નથવાણીના પત્ની મુકતાબેન  દામજીભાઈ નથવાણી (ઉ.વ.૯૨), તે રમેશભાઈ તથા રતિલાલ નથવાણીના માતુશ્રી, કંચનબેન તથા  કુસુમબેનના સાસુ તથા હિરેન, નિમેષ, પાર્થ નથવાણી (જામનગર મોર્નિંગ ન્યુઝપેપર) અને જાનવી  યશકુમાર હિંડોચાના દાદીમાં તથા મંજુબેન ભૂપતભાઈ ખાખરીયા, સ્વ. નિર્મળાબેન ગોવિંદભાઈ  રાયઠઠ્ઠા, જશુબેન રમેશભાઈ મહેતા, રચનાબેન હસમુખભાઈ હિંડોચાના માતુશ્રી તથા ધૃતિબેન,  માધવીબેન, અલ્કાબેનના દાદીજી સાસુ તથા નીતિ, ક્રીશીવ, કેયાન, ધૃવિન, કીયા અને માહી ના  પરદાદીનું તા. ૩-૫-૨૦૨૫ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૫-૫-૨૦૨૫ને સોમવાર ના  સાંજેે ૪:૩૦ થી ૫:૦૦ વાગ્યા સુધી જલારામ મંદિર, સાધના કોલોનીમાં રાખેલ છે તથા પિયર પક્ષની  સાદડી સાથે રાખેલ છે. મો : ૯૬૨૪૨ ૯૬૧૦૦, ૯૯૨૪૦ ૭૨૬૦૦.

જામનગરઃ શાંતિલાલ દેવજીભાઈ લાધાણી, તે દિનેશભાઈ દેવજીભાઈ લાધાણીના મોટાભાઈનું તા.  ૪-પ-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. પ-પ-ર૦રપ ના સોમવારે સાંજે ૪ થી પ  વાગ્યા દરમિયાન શ્રી તૃપ્તેશ્વર મહાદેવ મંદિર, ટી.પી.એસ. કોલોની, સિક્કામાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh