Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનો ધરારનગર-૧ વિસ્તાર કોલેરાગ્રસ્તઃ આસપાસનો ૨ કિમી કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર

કલેક્ટર દ્વારા જાહેરનામું: રોગચાળો રોકવા કવાયત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં ધરારનગર-૧ વિસ્તારમાં સંખ્યાંબધ લોકોને ઝાડ-ઉલ્ટી થતાં કોલેરા રોગ ફેલાયો હોવાની આશંકાથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. દરમિયાન ૨૭ જેટલા શંકાસ્પદ દર્દીને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. પરીક્ષણોના પરિણામોમાં ગઈકાલે ૩ દર્દીને કોલેરા હોવાનું નિદાન થતાં સરકારી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ યુદ્ધના ધોરણે આનુષાંગિક કાર્યવાહીઓ કરવામાં આવી હતી. આસીસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિતના અધિકારીઓ પ્રભાવિગત વિસ્તારોમાં દોડી ગયા હતાં.

કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ધરારનગર-૧ વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આસપાસના ૨ કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

જાહેરનામાઓ સહિતના પગલાંઓ પછી પ્રભાવિત વિસ્તાર તથા સંભવિત જોખમી વિસ્તારમાં સામૂહિક પરીક્ષણો સહિતની કાર્યવાહીઓ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પાણી ઉકાળીને પીવા સહિતની સાવધાનીઓ રાખવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.

રોગચાળો વકરતો અટકાવવા તંત્ર દ્વારા ૩ હજાર ઘરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા તાત્કાલીક ધોરણે ક્લોરીનની ૩૫ હજાર ગોળીનું વિતરણ કરી જળશુદ્ધિ માટે તેના ઉપયોગની સમજણ આપવામાં આવી હતી.

છેલ્લે આવેલા રિ૫ોર્ટ મુજબ કુલ ૧૩ લોકોને કોલેરા હોવાનું નિદાન થયું છે. અન્ય ૪૦ થી વધુ શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh