Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય, તત્કાલિન મંત્રી, સાંસદના પ્રયાસો અને સીએમની મંજુરી છતાં
ખંભાળિયા તા. ૩૧: ગુજરાતનું શહેરી વિકાસ ખાતુ જાણે દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાનો વિકાસ કરવા ન માગતું હોય કે જિલ્લામાં તકલીફ થતી હોય તેમ ૮૪ કરોડના મહત્ત્વના બે વિકાસ કાર્યો મંજુર થયાને સવા વર્ષ પછી પણ શરૂ ના થતા ભારે રોષની લાગણી ફેલાઈ છે.
ખંભાળિયા શહેરમાં ઘી નદી પર રીવરફ્રન્ટ બનાવવા ૪પ કરોડ રૂપિયા ખંભાળિયાના ધારાસભ્ય તથા તત્કાલિન રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી સવા વર્ષ પહેલા ખાસ કિસ્સામાં મુખ્યમંત્રીએ મંજુર કર્યા, પણ શહેરી વિકાસ વિભાગ દ્વારા હજુ ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ નથી કરાઈ. સવા વર્ષમાં ટેન્ડર બહાર ના પાડ્યું તો કામ ક્યારે થશે?
બીજી બાજુ સાંસદ પૂનમબેન માડમ તથા મૂળુભાઈ બેરાના પ્રયાસોથી ૪૦ કરોડના ખર્ચે જામનગર રોડ પર રેલવે ફાટક પર ઓવરબ્રિજ મંજુર થયો, તેનું ટેન્ડર મંજુર થયાને નવ માસ થવા છતાં હજુ કામ ચાલુ થયું જ નથી.
રેલવે તંત્રમાં જમીન અંગે કેટલાક પ્રશ્નો હતાં, તેનો પણ સ્થાનિક આગેવાનો દ્વારા મધ્યસ્થી થઈ નિકાલ લાવવામાં આવ્યા હતાં. હજુ કામ શરૂ ન થતાં ઈમરજન્સીમાં મોટા વાહનો, એમ્બ્યુલન્સને જવા માટે એક પણ માર્ગ ન હોય, લોકો ખૂબ જ હેરાન થતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial