Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર ગોમતી નદીમાં પ્રતિબંધ છતાં ખૂલ્લેઆમ માછીમારી !
દ્વારકા તા. ૧: ભારતના પશ્ચિમ ક્ષેત્રનું પ્રમુખ તીર્થસ્થાન યાત્રાધામ દ્વારકામાં ઠાકોરજીના દર્શનની સાથે સાથે અહીં આવેલ પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું પણ અનેરૃં મહત્ત્વ રહેલું છે. દર વર્ષે અહીં લાખો શ્રધ્ધાળુંઓ આસ્થાભેર ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધે છે. ગોમતી નદી સમુદ્ર સાથે જોડાયેલી હોય અહીં માછલીઓ પણ વિપુલ માત્રામાં જોવા મળે છે.
તીર્થક્ષેત્રમાં સ્થાનિકો ઉપરાંત બહારગામના શ્રદ્ધાળુંઓ પણ માછલીઓને ચારો ખવડાવી પુણ્ય પ્રાપ્ત કરે છે. જો કે ગોમતી નદીના એક તરફના ભાગે માછલીઓને ચારો મળે છે તેમ ગોમતી નદીની સામે આવેલ પંચકુઈ બીચ રાત્રિ દરમ્યાન નિર્જન વિસ્તાર બની જતો હોય અમૂક તત્ત્વો દ્વારા ગોમતી નદીના સામા કાંઠાનો માચ્છીમારી કરવા પણ અવાર-નવાર ઉપયોગ થતો જોવા મળે છે.
ગોમતી નદીમાં ફીશીંગ કરવા પર પ્રતિબંધ હોવા અંગે જાહેરનામું હોવા છતાં અને અવાર નવાર રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેમ કોઈ જ નકકર પગલાં ન લેવાતા હોય હિન્દુ ધર્મની લાગણી દુભાય છે. તો બીજી તરફ જગતમંદિરની ખૂબ નજીકનો દરિયા કિનારો રાત્રિના સમયે આટલો અસુરક્ષિત કેમ તેવા પણ સવાલો ઉઠી રહયા છે. અને ખૂલ્લેઆમ માછીમારી કરતા પરિબળો પર કોની મીઠી નજર છે ? તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial