Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન ખાતાએ વળી પાછી કરી આગાહી !
અમદાવાદ તા. ૨૬: હવામાન ખાતાએ નોરતામાં ગુજરાતમાં ૨૮મીથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ છવાઈ જતા રાસ- ગરબાના આયોજકોની ચિંતા વધી ગઈ છે.
નવરાત્રિના તહેવાર પર વરસાદ વિઘ્ન બની શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ, એટલે કે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજ્યના ઘણાં વિસ્તારોમાં ગરબા રસિયાઓ અને આયોજકોની ચિંતા વધી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૧૧ ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં ૧૩૧ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૧૯ ટકા વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૧૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૩ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૬ ટકા વરસાદ પડ્યો છે. હવે ચોમાસાની વિદાય ટાણે જ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજાએ જમાવટ કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
૨૮ સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
તે પછી ૨૯ સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અને
૩૦ સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial