ચિરવિદાય

જામનગરઃ સ્વ. મનસુખલાલ મુળજીભાઈ ભારદિયા (મોટી ખાવડીવાળા)ના પુત્ર પ્રમોદભાઈ  (ઉ.વ.૬૩૬)તે કિશોરભાઈ, નીતિનભાઈ, નયનાબેન, કિરણબેન, રેખાબેનના ભાઈ, દામજીભાઈ  મુળજીભાઈના ભત્રીજા, હરસુખભાઈ છનિયારા (જોડિયાવાળા)ના ભાણેજનું તા. ૧૪ના અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું તા. ૧૬ના સાંજે ૪:૩૦ થી ૫ શ્રી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ હીરાલાલ (હરીશભાઈ) લધુભાઈ ફુલાણી (ઉ.વ.૭૮) (એચ.એલ. ફુલાણી એન્ડ કંપની,  ફુલાણી એન્ડ ફુલાણી એસોસિએટ્સના ફાઉન્ડર) નું તા. ૧૬ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું  તા. ૧૬ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં  ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.

જામનગરઃ સ્વ. દેવચંદભાઈ પ્રેમજીભાઈ રાધનપુરાના પુત્ર ચંદ્રકાન્તભાઈ (ઉ.વ. ૯૨) તે સ્વ.  મનસુખભાઈ, સ્વ. વલ્લભભાઈ, મહેશભાઈના ભાઈ, સ્વ. જયપ્રકાશભાઈ, દીપકભાઈ, શોભનાબેન,  હેમાબેન, ચારુબેનના પિતા, હિતેનભાઈ, હર્ષભાઈ, હેતલબેન, રિદ્ધિબેનના દાદા, મણીલાલ હઠીસંગ  દોશીના જમાઈ તા. ૧૪-૨-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૨-૨૬, સોમવારના  સાંજે ૫ થી ૬ દરમ્યાન ગીતામંદિર, મહાવીર સોસાયટી, શરૂસેકશન રોડ, જામનગરમાં રાખવામાં  આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

જામનગરઃ કાંતિલાલ શામજીભાઈ મચ્છરના પત્ની કાંતાબેન, તે મધુસુદનભાઈ, હરીશભાઈ, નરેન્દ્રભાઈ  અરૂણભાઈ જ્યોત્સનાબેન હરકિશન કાટબામણા, રશ્મિ ચેતનકુમાર સીમરીયાના માતાનું તા. ૧૩-૨ના  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૨ સોમવારના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા  બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh