Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૭-૦૪ - સુર્યાસ્તઃ ૬-૫૩
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૩ :
તા. ૦૬-૦૩-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૪,
મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ હસ્ત,
યોગઃ ગંડ, કરણઃ બવ
તા. ૦૬ - માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં સંતાનના કામનો ઉકેલ આવતા રાહત જણાય. વ્યાવસાયિક બાબતે આપના કામ ક્યારેક ઉકેલાય તો ક્યારેક કામમાં પ્રતિકૂળતા જણાય. બદલી-બઢતીના કામમાં પ્રગતિ જણાય. પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં મહેનત વધારવી. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે વ્યસ્તતા જણાય. નાણાકિય સ્થિતિ સરભર રહે.
બાળકની રાશિઃ કન્યા ૨૨:૨૧ સુધી પછી તુલા
મકર સહિત અન્ય બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે અન્ય કામ અંગે દોડધામ-શ્રમ જણાય. અગત્યના કામ કાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપને બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામમાં મન લાગે નહીં.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Cancer (કર્ક: ડ-હ)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંંદ અનુભવાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ભાઈ-ભાંડુનો સાથ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગ,ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં સંતાનનો સહકાર મળી રહેતા આનંદ થાય. વાણીની મીઠાશથી ધંધામાં લાભ-ફાયદો જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
આપને કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત ફળી શકે છે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૧
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટ જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪
સુર્યોદય : ૭-૧૯ - સુર્યાસ્ત : ૬-૦૫
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, માગશર વદ-૧૧ :
તા. ૦૫-૦૩-ર૦૨૬, ગુરૂવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,
મુસ્લિમ રોજઃ ૧૫, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,
યોગઃ શૂળ, કરણઃ વણિજ
તા. ૦૫ - માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ જણાય. આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર આગળ વધવું. તેમ છતાં કેટલાક કામનો ઉકેલ આવતા રાહત જણાય. યાત્રા-પ્રવાસ દરમ્યાન બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડે. સ્વાસ્થ્યના ભોગે પ્રવાસ કરવો નહીં. નાણાકિય રીતે સંભાળવું પડે. કુટુંબ-પરિવારની ચિંતા રહ્યા કરે.
બાળકની રાશિઃ કન્યા
કર્ક સહિત અન્ય બે રાશિના જાતકોને બઢતી-બદલીના કામમાં ઉન્નતી જણાય. નાણાકીય રોકાણ-વ્યવહારમાં સાનુકૂળતા રહે.
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના દોડધામ-શ્રમમાં વધારો થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે, જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યાવહારિક કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬
Cancer (કર્ક: ડ-હ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૩
Leo (સિંહ: મ-ટ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં આવક જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાહટમાં આવી જઈ કોઈ કામ કરવું નહીં.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકિય-સરકારી કામકાજ જઈ શકે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નાણાકિય રોકાણ-વ્યવાહરના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં, ભાઈ-ભાંડુ વર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બની શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે, અને ઘરે રહોતો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪
સુર્યોદય : ૭-૦૬ - સુર્યાસ્ત : ૬-૫૨
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૧ :
તા. ૦૪-૦૩-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,
મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ પૂર્વ ફાલ્ગુની,
યોગઃ ધૃતિ, કરણઃ તૈતિલ
તા. ૦૪ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં કેટલાક અગત્યના કામ ઉકેલાય તો કેટલાક કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય નહીં. યાત્રા-પ્રવાસ આનંદદાયી પૂરવાર થાય. નાણાકીય આયોજન સમજપર્વક કરવું. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. ધર્મકાર્ય-શુભકાર્યનું આયોજન થાય.
બાળકની રાશિઃ સિંહ ૧૩:૪૭ સુધી પછી કન્યા
મીન સહિત બે રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવે. સ્નેહી-સ્વજનની આકસ્મિક મુલાકાત ફળદાયી રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય. કામ ઉકેલાતા રાહત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં સાવધાની રાખવી. શાંતિથી દિવસ પસાર કરવો.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૫
Cancer (કર્ક: ડ-હ)
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપના કામનો ઉકેલ આવતા રાહત થતી જાય. સંતાનથી હર્ષ-લાભ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે સાસરી-મોસાળપક્ષના કામ અંગે દોડધામ રહે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મહત્ત્વની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની રહે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા ન થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
જુના સ્વજન, સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ભાઈ-ભાંડુ વર્ગનો સાથ રહે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
સામાજિક-વ્યાહવારિક કામમાં વ્ય્સ્ત રહેવાનું બને. ઘર-પરિવાર-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૧-૬
Capricorn (મકર: ખ-જ)
સંતાનના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી. આરોગ્ય સાચવવું.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૨
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૪
સુર્યોદય : ૭-૦૭ - સુર્યાસ્ત : ૬-૫૧
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૫ :
તા. ૦૩-૦૩-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,
મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ મઘા,
યોગઃ સુકર્મા, કરણઃ બાલવ
તા. ૦૩ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારીક બાબતે મિશ્ર પરિસ્થિતિ રહે. માતા-પિતાના આરોગ્ય બાબતે ચિંતા રહે. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે. સંતાનનો સાથ-સહકાર મળી રહે. નોકરી-ધંધામાં આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લઈ કામકાજ કરવું. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. મિત્રોનો સાથ રહે.
બાળકની રાશિઃ સિંહ
વૃષભ સહિત બે રાશિના જાતકોના અગત્યના કામનો આવતો જણાય. મહત્ત્વની મિલન-મુલાકાત લાભદાયી રહે
Aries (મેષ: અ-લ-ઈ)
માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતા-દ્વિધાને લીધે કામમાં મન લાગે નહીં.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના અગત્યના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામકાજમાં સાનુકૂળતા જણાય. સિઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહયોગ મળી રહે. હર્ષ-લાભ થાય.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૩-૯
Cancer (કર્ક: ડ-હ)
આડોશ-પાડોશના કામમાં ભાઈ-ભાંડુંના કામમાં આપે વ્યસ્ત રહો. દિવસ પસાર થાય તેમ પ્રતિકૂળતા જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૧
Leo (સિંહ: મ-ટ)
આપ હરો-ફરો કામ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ રાહત જણાય નહીં. બપોર પછી રાહત જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સંતાનના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૩
Libra (તુલા: ર-ત)
જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સરળતા થતી જાય. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
મહત્ત્વની મિલન-મુલાકાત લાભદાયી બની રહે. બપોર પછી આપે વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. આળસ રહે. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ કામમાં વ્યસ્તતા રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧
Capricorn (મકર: ખ-જ)
દેશ-પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સાનુકૂળતા રહે. પરંતુ દિવસાન્તે કામમાં વ્યસ્તતા રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૯-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
બપોર સુધીનો સમય આપના માટે સારો રહે. કામ ઉકેલાતા જાય. પરંતુ ત્યારપછી આપને કામમાં પ્રતિકૂળતા રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮
મીન સહીત બે રાશિને આવનારા સપ્તાહમાં આર્થિક લાભ મળે, સ્વાસ્થ્ય સંભાળવું
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાન્ય નાની-મોટી બીમારીને કારણે તકલીફો રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળ બની રહેશો. મિત્રો-સ્નેહી-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી દાખવવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. ખર્ચ ઉપર કાબૂ રાખવો આવશ્યક જણાય છે. તા. ૨ થી ૫ મિશ્ર. તા. ૬ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર મળે અથવા કોઈ શુભ સંકેત મળે. નોકરી-ધંધાના કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. માતા-પિતા, વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. પરિશ્રમ એ જ પરમેશ્વર છે તેમ માનવું. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકો. તા. ૨ થી ૫ સામાન્ય. તા. ૬ થી ૮ શુભ ફળદાયી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થાય અથવા તો રાજકીય-સામાજિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ, ટેન્ડર કે ઓર્ડર મળવાથી આપ ખુશ જણાવ. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું પડે. દાંપત્યજીવનમાં મધૂરપ જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની સિફારિશથી બઢતી મળે. તા. ૨ થી ૫ સરળતા રહે. તા. ૬ થી ૮ લાભદાયી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. વગદાર વ્યક્તિની મદદથી આપની સમસ્યાનો ઉકેલ મેળવી શકો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. તા. ૨ થી ૫ યાત્રા-પ્રવાસ. તા. ૬ થી ૮ રૂકાવટો-અડચણો જણાય.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ ને કોઈ કારણોસર દોડધામ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉદ્વેગ-ઉચાટ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય. નોકરિયાત વર્ગને સમય મધ્યમ લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. ઘર-પરિવારમાં વાતાવરણ શાંતિ અને સુલેહભર્યું બની રહે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. એકંદરે ધૈર્ય અને કુનેહપૂર્વક કાર્ય કરવું. તા. ૨ થી ૫ વ્યસ્તતા રહે. તા. ૬ થી ૮ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ચિંતાના આવરણો દૂર થઈ માનસિક શાંતિ અને સ્વસ્થતા પામી શકશો. આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્ય પૂર્ણ કરી શકશો. યાત્રા-મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા જણાય છે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવા પ્રસંગો બનવા પામે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાવસાયિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. માન-સન્માન મળે. તા. ૨ થી ૫ માનસિક શાંતિ. તા. ૬ થી ૮ પ્રવાસ-પર્યટન.
Libra (તુલા: ર-ત)
તમારા માટે નવીન તક સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે નવીન તકો પ્રાપ્ત થતી જણાય. નવા વિચારો કે યોજનાઓ અમલમાં મૂકી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સમાધાન મળી રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં અણધારી મુસિબત આવતી જણાય. વાણી ઉપર સંયમ રાખવો. જમીન-મકાન-વાહનના ખરીદીના યોગ બને. તા. ૨ થી ૫ નવીન કાર્ય થાય. તા. ૬ થી ૮ સાવધાની રાખવી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે પડવા-વાગવાથી સાવધાની રાખવી. કૌટુંબિક વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત મેળવી શકશો. નોકરી-ધંધામાં મન પરોવીને મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ થતી જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય બાબતે ઋતુજન્ય બીમારીઓ થવાની શક્યતા જણાય. દાંપત્યજીવનમાં ઉગ્રતા જોવા મળે. તા. ૨ થી ૫ મિશ્ર. તા. ૬ થી ૮ સાનુકૂળતા.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સાવચેત રહેવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું સલાહભર્યું બની રહે. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. દાંપત્યજીવનમાં અનેરો આનંદ-પ્રેમ-લાગણીનો અનુભવ થાય. પડવા-વાગવાથી સાચવવું. કુટુંબ-પરિવારમાં મતેભદ હશે તો તેનો ઉકેલ લાવવા સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ રહેવાને કારણે પ્રગતિ સાધી શકશો. મિલન-મુલાકાત ફળદાયી નિવડે. સંતાન બાબતે ચિંતા હશે તો દૂર થશે. તા. ૨ થી ૫ સાવચેત રહેવું. તા. ૬ થી ૮ લાભદાયી.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન ચિંતા-ટેન્શનમાં વધારો થાય. મહત્ત્વના કાર્યોમાં અવરોધો આવતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે નિયમિતતા જાળવવી જરૂરી બને. ઘર-પરિવાર બાબતે સમય સુખપૂર્ણ રહે. ગૃહસ્થજીવનમાં કોઈ ગેરસમજ કે વિવાદ હશે તો દૂર થાય. સ્વાસ્થ્ય બાબતે ખાસ કોઈ સમસ્યા જણાતી નથી. સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસ આનંદદાયકની સાથે ખર્ચાળ પૂરવાર થાય. તા. ૨ થી ૫ વ્યસ્તતા. તા. ૬ થી ૮ પારિવારિક કાર્ય થાય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન નસીબ આપને સાથ આપતા ધારેલા કાર્યોમાં સરળતા-સુગમતા રહે. વ્યવસાય ક્ષેત્રે નવા કોલ-કરાર થઈ શકે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળે, જો કે સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. જમીન-મકાન, મિલકતના કાર્યો ઉકેલાઈ શકે છે. વડીલ વર્ગથી લાભ થાય. તા. ૨ થી ૫ શુભ ફળદાયી. તા. ૬ થી ૮ આરોગ્ય સાચવવું.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે આર્થિક લાભ અપાવતું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસો દરમિયાન ધંધા-રોજગાર ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા આર્થિક તંગીમાંથી બહાર આવી શકો. રોકાયેલા-અટવાયેલા નાણા પરત મળતા રાહત અનુભવશો. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું અન્યથા માનહાનીનો ભોગ બની શકો છો. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. કૌટુંબિક ક્ષેત્રે સમય આનંદપૂર્ણ પસાર થાય. ભાઈ-ભાંડુ સાથે હળવા-મળવાનું થાય. તા. ૨ થી ૫ લાભદાયી. તા. ૬ થી ૮ મધ્યમ.
સુર્યોદય : ૭-૦૮ - સુર્યાસ્ત : ૬-૫૧
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૪ :
તા. ૦૨-૦૩-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ આશ્લેષા,
યોગઃ અતિગંડ, કરણઃ વિષ્ટિ
તા. ૦૨ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે ક્યારેક કામમાં મુશ્કેલ પરિસ્થિતિ તો ક્યારેક કામમાં સરળતા રહે. તેમ છતાં વર્ષના અંતમાં આપને થોડીક રાહત જણાય. નાણાકિય બાબતે વારંવાર ખોટા ખર્ચાઓ, આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાભીડનો સામનો કરવો પડે. સંતાનની કોઈને કોઈ ચિંતા રહ્યા કરે. ધર્મકાર્ય-શુભકાર્યનું આયોજન શક્ય બને.
બાળકની રાશિઃ કર્ક ૦૭:૫૨ સુધી પછી સિંહ
મિથુન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થતી જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના મહત્ત્વના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક-વ્યાવહારિક કામકાજ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને રાહત મળે. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતા રાહત અનુભવો. સંતાનના કામ થઈ શકે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાદ-વિદાદ, ગેરસમજથી સંભાળવું.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૯
Libra (તુલા: ર-ત)
મહત્તવના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. રાજકિય-સરકારી કામકાજ થઈ શકે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના અગત્યના કામમાં રૂકાવટ રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં સાવધાની રાખવી. ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૪-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૩
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામકાજનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
રાજકિય-સરકારી કામકાજમાં, ખાતાકિય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯
વૃષભ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં કામનું ભારણ રહે, આર્થિક તંગી દૂર થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભૂતકાળમાં કરેલ મહેનત અને કઠોર પરિશ્રમનું ફળ આપને પ્રાપ્ત થતું જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા રહે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીથી પરેશાની રહી શકે છે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યબોજ-જવાબદારીઓ વધતી જણાય. તા. ર૩ થી ર૬ સામાન્ય. તા. ર૭ થી ૧ સારી.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે કામનું ભારણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના શિરે એકથી વધારે જવાબદારીઓ આવી જવાને કારણે કાર્યભારનો અનુભવ થાય. માનસિક થાક અનુભવાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. તા. ર૩ થી ર૬ કાર્યબોજ વધે. તા. ર૭ થી ૧ માન-સન્માન.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ વિરોધીઓથી નુક્સાન થવાની સંભાવના જણાય છે, જેથી સચેત તથા સતર્ક રહેવું આવશ્યક બની રહે. નોકરિયાત વર્ગે કાર્યક્ષેત્રે પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક બાબતે આપ સક્ષમ અને સુદૃઢ બની શકો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. રોકાયેલા નાણા પરત મળતા રાહત અનુભવાય. તા. ર૩ થી ર૬ સામાન્ય. તા. ર૭ થી ૧ સારી.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ હાલક-ડોલક થતી જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવાથી આર્થિક આયોજનને ખોરવાતું બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જોવા મળે. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. શત્રુ વિરોધીથી સાચવવું. તા. ર૩ થી ર૬ નાણાભીડ. તા. ર૭ થી ૧ પ્રવાસ.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે નવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના કે કોઈ નવી પ્રગતિ સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક યોજનાનું અમલીકરણ થાય. આર્થિક સ્થિતિ મધ્યમ રહેવા પામે. જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે સમય શુભ બની રહે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં નાના-મોટા વાદ-વિવાદ થઈ શકે છે. સંતાન બાબતે ચિંતા રહે. તા. ર૩ થી ર૬ નવીન કાર્ય થાય. તા. ર૭ થી ૧ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય ફરી સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે આપ પ્રફૂલ્લિત બની રહેશો. આપની કાર્ય ક્ષમતામાં વધારો થતો જોવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વિરોધીઓથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. અણબનાવ દૂર થાય. તા. ર૩ થી ર૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૭ થી ૧ સામાન્ય.
Libra (તુલા: ર-ત)
આપના માટે યશ-કીર્તિ વધારનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક ક્ષેત્રે આપના માન-મોભામાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાતા જણાવ. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. તા. ર૩ થી ર૬ માન-સન્માન. તા. ર૭ થી ૧ સ્વાસ્થ્ય સાચવવું.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહે. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. સામાજિક-રાજકીય ક્ષેત્રે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત થાય. વડિલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગૂંચવાતા જણાય. તા. ર૩ થી ર૬ ઉત્સાહવર્ધક. તા. ર૭ થી ૧ વિવાદ ટાળવા.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. આપે કરેલ મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૩ થી ર૬ લાભદાયી. તા. ર૭ થી ૧ યાત્રા-પ્રવાસ.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકો. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે છે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ર૩ થી ર૬ શુભ. તા. ર૭ થી ૧ સફળતાદાયક.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો ખર્ચ કરવા માટે આપ આકર્ષાઈ શકો છો. આર્થિક ક્ષેત્રે નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા આપની માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-મિલકતને લગતા પ્રશ્નો ઉકેલાતા જણાય. નોકરિયાત વર્ગને કાર્યસફળતા મળે. તા. ર૩ થી ર૬ ખર્ચાળ. તા. ર૭ થી ૧ સારી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવા સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની સંભાવના જણાય છે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત અને સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ર૩ થી ર૬ શુભ. તા. ર૭ થી ૧ સંભાળ રાખવી.