Advertisement
Author: નોબત સમાચાર

રઉફની વિકેટ લઈને બૂમરાહે ફાયટર પ્લેન ક્રેશનો કર્યો ઈશારો

જેવા સાથે તેવા... ભારતીય ચાહકો ઝૂમી ઊઠ્યાઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૯: બુમરાહે પ્લેન ક્રેશનો ઈશારો કરીને પાકિસ્તાની પ્લેયરને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો, જેથી ભારતીય પ્રશંસકો ઝૂમી ઊઠ્યા હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી એશિયા કપ-ર૦રપ ફાઈનલનું ટાઈટલ જીત્યું છે. આ મેચ દરમિયાન ભારતીય ખેલાડી જસપ્રીત બુમરાહનો હાવભાવ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જસપ્રીત બુમરાહે યોર્કર બોલ ફેંકી હારિસ રઉફને ક્લિન બોલ્ડ કર્યા પછી તેની જ ભાષામાં જવાબ આપતા તેની નકલ કરી હતી. જેનાથી ભારતીય ચાહકો ખુશખુશાલ થયા હતાં.

બુમરાહે ૧૮ મી ઓવરમાં યોર્કર ફેંકી રઉફની સ્ટમ્પ ઊડાવી દીધી હતી. રઉફની વિકેટ લેતા બુમરાહે રાઉફની પ્લેન ક્રેશની નકલ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થયો છે.

પીચ પર રઉફ પોતે હાથ વડે પ્લેન ક્રેશનો ઈશારો કરતો જોવા મળ્યો હતો, ત્યારે બુમરાહે તેની વિકેટ લેતા તેનો જ ચાળો કરતા પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો, જેને ચાહકોએ વધાવી લીધો હતો. સ્ટેડિયમમાં ભારતીય ચાહકો ઝૂમી ઊઠ્યા હતાં. સોશિયલ મીડિયા પર પણ તેની આ પળ ઝડપથી વાયરલ થઈ હતી.

ઉલ્લેખનિય છે કે, ટીમ ઈન્યાએ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધોહતો. તેણે પાકિસ્તાનની ટીમને ૧૯.ર ઓવરમાં ૧૪૬ રને ઓલઆઉટ કરી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે પાંચ વિકેટે ૧પ૦ રન બનાવી એશિયાકપ ર૦રપ ટાઈટલ પોતાને નામ કર્યું હતું.

બુમરાહના હાવભાવના પૂર્વ ભારતીય ઓલ-રાઉન્ડ ઈરફાન પઠાણે પણ વખાણ કર્યા હતાં. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, 'ફ્લાઈટ લેન્ડ કરા દી બુમરાહને'ભાજપે પણ બુમરાહના વખાણ કર્યા હતાં. રઉફએ રમત દરમિયાન ૬.૦ અને પ્લેનનો ઈશારો કર્યો હતો.

તેણે ર૦૧૯ માં સરહદ પર ભારત-પાકિસ્તાન અથડામણ દરમિયાન છ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને પ્રતિબિંબિત કરતા આ ઈશારો કર્યો હતો, જો કે બુમરાહે રઉફની જ વિકેટ લેતા તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો અને પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh