Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૯મી ઓકટોબરથી ત્રણ દિ' ગુજરાતના પ્રવાસેઃ ૧૦મીના દ્વારકામાં

ગાંધીનગર-સુરતમાં આજે અને કાલે કેન્દ્રીયમંત્રીઓનો કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ ગુજરાતના મહેમાન બનશે અને રાત્રિ રોકાણ રાજકોટમાં કરશે. તા. ૯ થી ૧૧ દરમિયાન તેઓ દ્વારકા અને સોમનાથના દર્શને પણ જશે. આજે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગર અને અશ્વિની વૈષ્ણવ સુરતમાં છે. શનિવારે નાણામંત્રી ગાંધીનગર હાજરી આપશે ગુજરાતમાં કેન્દ્રીય નેતાગીરીનું આવાગમન વધ્યું છે.

તારીખ ૯ થી ૧૧ ઓકટોબર દરમિયાન રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી રહૃાા છે ત્યારે આજે પણ બે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઉપરાંત આવતીકાલે નાણામંત્રી પણ ગુજરાતની મુલાકાતે આવતા હોય રાજકીય ગતિ વિધીઓ તેજ બની છે.

રાષ્ટ્રપતિ સંભવિત તારીખ ૯ ના દિલ્હીથી સીધા રાજકોટ આવશે. રાજકોટ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ બાદ દ્વારકા અને સોમનાથના દર્શન કરશે.

રાષ્ટ્રપતિનો સત્તાવાર કાર્યક્રમ હજુ આવ્યો નથી પણ સ્થાનિક તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સત્તાવાર સુત્રો માંથી જાણવા મળ્યા મુજબ રાષ્ટ્રપતિ તારીખ ૯ ના રોજ સાંજે રાજકોટ હિરાસર એરપોર્ટ આવશે ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા જુના એરપોર્ટ પર પહોંચી સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે બાદમાં તેઓ સોમનાથ દ્વારકા દર્શન કરશે અને સંભવિત સાસણ ગીરની પણ મુલાકાત લેશે.

આ ઉપરાંત આજે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં લેન્ડ કોન્ફરન્સમાં હાજરી આપશે અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતમાં કાર્યક્રમમાં હાજરી આપશે.

આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારામણ પણ ગાંધીનગર આવી રહૃાા હોય ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓનું આવાગમન થશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દશેરા નિમિત્તે ભુજમાં સૈન્ય બળ સાથે શસ્ત્ર પૂજા કરી હતી.

સૌરાષ્ટ્રની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ૧૧ મી ઓક્ટોબરે દિલ્હી પરત જતી વેળાએ અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠની પણ મુલાકાત લેશે. રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતનો સંભવિત કાર્યક્રમ ગાંધીનગર આવી ગયો છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા તેમના બંદોબસ્ત, તેમના રોકાણ સહિતની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે સત્તાવાર કાર્યક્રમ સાંજ સુધીમાં આવી જશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રભાસ પાટણ- વેરાવળથી મળતી માહિતી મુજબ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સોૈરાષ્ટ્રના પ્રવાસે આવી રહૃાા છે. તા.૧૦ ઓકટોબરે સવારે ૧૧:૩૦ વાગ્યે સોમનાથ હેલીપેડ ઉપર આગમન થશે. સોમનાથ મહાદેવ પુજા અને અતિથિગૃહમાં બપોરના ત્રણ વાગ્યા સુધી રોકાણ કરી અહીંથી સાસણ જવા પ્રસ્થાન કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh