Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીની તાકીદ અને ગ્રાન્ટ ફાળવણી છતાં તંત્રોનું તિક્કડમ
દ્વારકા તા. ૩: દ્વારકાના મુખ્ય પ્રવેશમાર્ગ ગણાતા હાઈવે રોડ પર સનાતન સેવા પાસેથી ઈસ્કોન ગેટ થઈ રબારી ગેટ સુધીના સ્ટ્રેચમાં મોટા-મોટા ખાડા ઊભા થતા દૈનિક આવન-જાવનમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. બે-વ્હીલર સવારોનો સંતુલન બગડે, એમ્બ્યુલન્સ અને સરકારી બસોની ગતિ ધીમી પડે તેવી પરિસ્થિતિ જોવા મળે છે. વેપારીઓ કહે છે કે કીચડ અને પાણી ભરાયેલા ખાડાંને કારણે ગ્રાહકો પણ કંટાળે છે.
વરસાદ પછી મોટાં ખાડાંમાં પાણી ભરાઈને બ્લાઇન્ડ સ્પોટ બની ગયા છે તેથી રાત્રે વધુ જોખમ રહે છે. ડિવાઈડર પાસેના ટ્રેક પર સતત ઝટકાંથી વાહનો ડાબી તરફ વળી જાય તો ટકરાવાનો ભય રહે છે. પદયાત્રીઓ અને સ્કૂલબાળકો માટે રસ્તો પાર કરવો જોખમી બન્યો છે, અને પર્યટકો પર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસામાં નુકસાન પામેલા માર્ગોના યુદ્ધના ધોરણે સમારકામ માટે સૂચના આપી છે. 'મુખ્યમંત્રી શહેરી સડક યોજના' હેઠળ ૧૪૯ નગરપાલિકાઓ માટે ૧૦૭ કરોડની ગ્રાન્ટ તથા શહેરી ધારાસભ્યોને દીઠ ૨ કરોડના ખાસ પ્રાવધાનની જાહેરાત થઈ છે. ગુણવત્તાયુક્ત અને ટકાઉ કામ પર ભાર મૂકાયો છે. છતાં દ્વારકાના આ હાઈવે સ્ટ્રેચ પર ધ્યાન ન દેતા સ્થાનિકોમાં અસંતોષ વ્યાપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial