Advertisement
Author: નોબત સમાચાર

'યહી સમય હૈ, સહી સમય હૈ' ના નારા સાથે દેશમાં જાગ્યો છે નવો આત્મ વિશ્વાસઃ નરેન્દ્ર મોદી

ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને સશસ્ત્રદળોની પીઠ થાબડી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે કરેલા વિવિધ નિવેદનોમાં સશસ્ત્રદળોને બિરદાવાયા છે અને દેશમાં નવો આત્મ વિશ્વાસ ઉભો થયો હોવાનું જણાવી ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે દેશની સુરક્ષા દળોને સશક્ત અને આધુનિક બનાવવા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સંરક્ષણ બજેટમાં ૧૫%નો મોટો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી જતી સૈન્ય જરૂરિયાતો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. સંરક્ષણ બજેટ હવે ૬.૮૧ લાખ કરોડ રૂપિયાથી વધીને ૭.૮૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદીમાં મદદરૂપ થશે. પાકિસ્તાન સાથેના યુદ્ધના જોખમ અને 'ઓપરેશન સિંદૂર'ની સફળતા વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 'આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જે સાહસ અને સમર્પણ બતાવ્યું છે તેના પર આખા દેશને ગર્વ છે. 'ઓપરેશન સિંદૂર' એ માત્ર ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા માળખાગત સુધારાઓનું પરિણામ છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક તૈયારીઓ દ્વારા ભારત કોઈપણ પડકારનો સામનો કરવા સજ્જ છે.'

બજેટ ૨૦૨૬ અંગે પીએમ મોદીએ ભારપૂર્વક કહૃાું કે, 'અમારી સરકારનું બજેટ માત્ર ચોપડાના આંકડા નથી, પરંતુ તે દેશના વિકાસનું વિઝન છે.' તેમણે 'યહી સમય હૈ, સહી સમય હૈ'ના નારાને યાદ કરતા જણાવ્યું કે આજે દેશમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે જે રાષ્ટ્રીય સંકલ્પ બની ગયો છે. ભારત અત્યારે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે.

દેશના યુવા ધન વિશે ગૌરવ વ્યક્ત કરતા વડાપ્રધાને કહૃાું કે, 'વૈશ્વિક સ્તરે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારત વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડી રહૃાું છે. આપણી પાસે વિશાળ અને કુશળ યુવા વસ્તી છે, જે અંતરિક્ષ, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. ઓછા ફુગાવા અને મજબૂત આર્થિક સ્થિરતા સાથે સરકાર યુવાનોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh