Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કાર્યક્રમઃ
જોડિયા તા. ૧૬: આગામી વિશ્વ માતૃભાષા દિવસના પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમી અને જોડિયાની સેવાભાવી, શૈક્ષણિક અને સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવનદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭-ફેબ્રુઆરીના માતૃભાષા મહોત્સવ-ર૦ર૬ નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત ગુજરાતભરમાં અનેક જગ્યાઓએ "મળી માતૃભાષા મને ગુજરાતી" કાર્યક્રમ હેઠળ માતૃભાષાનું મહિમાગાન કરવાનો મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે.
જે અંતર્ગત હુન્નરશાળામાં સવારે ૧૧ કલાકે આયોજીત આ મહોત્સવમાં જાણીતા લેખક-કવિ શ્રી સતિશભાઈ વ્યાસ, જાણીતા સાહિત્યવિદ વર્ષાબેન ત્રિવેદી, લેખિકા-કોલમિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર વૈશાલીબેન જીવાણી અને સાહિત્યપ્રેમી ક્રિષ્નાબેન અનડકટ માતૃભાષા ઉપર વ્યાખ્યાન આપશે. આ પ્રસંગે પ્રિન્સિપાલ સુ શ્રી ક્રિશ્નાબા ચુડાસમા, સંસ્થા પરિવારના અશોકભાઈ વર્મા, પૂર્વ સરપંચ સુ શ્રી નયનાબેન વર્મા, અતિથિવિશેષરૂપે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ગુજરાત રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષિકા મમતાબેન જોશી કરશે. આ માતૃભાષાના મહિમાગાન કાર્યક્રમમાં પધારવા કાર્યક્રમના સંયોજક અને ટ્રસ્ટી પાર્થ સુખપરિયા અને પુનિતભાઈ શેઠે સૌને આમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial