Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી સમીરભાઈ શંભુલાલ ઠક્કર (ઉ.વ. પ૮), તે માલાબેન ઠક્કરના પતિ તથા પરમભાઈ ઠક્કરના પિતાનું તા. ર૩-૧૦-ર૦રપ ના અવસાન થયું છે.
જામનગરઃ કિરણભાઈ રમણિકલાલ વેદ (વેદ પ્રિન્ટિંગ પ્રેસ વાળા) (ઉ.વ. ૭૪), તે સુધાબેનના પતિ તથા પૂજા, મેઘાના પિતા તથા વિવેકભાઈના સસરા તથા મિરાયાના નાના તથા દામોદરદાસ જમનાદાસ સંપટ (ગોંડલ) ના જમાઈનું તા. ર૩-૧૦-ર૦રપના અવસાન થયું છે.
જામનગર નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી જ્યંતિલાલ અમૃતલાલ પંડ્યાના પુત્ર કલ્પેશ પંડ્યા (સમર્પણ હોસ્પિટલ) (ઉ.વ. ૪ર), તે હિરેનભાઈના નાનાભાઈ તથા વિરાજના કાકા તથા સ્વ. રમેશભાઈ જ્યંતિલાલ જોશી તથા વિજયભાઈ, મુકેશભાઈ, રાજેશભાઈના ભાણેજનું તા. રપ-૧૦-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૭-૧૦-ર૦રપ, સોમવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
ફલ્લાના મંછાબેન રમણીકલાલ નિમાવત (ઉ.વ. ૮૯), તે સુભાષભાઈ તથા મુકેશભાઈના માતા, કૌશિક તથા હિરેનના દાદીમાનું તા. ર૩-૧૦-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ર૭-૧૦-ર૦રપ ના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન ફલ્લામાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી અને મૂળ જુનાગઢના વતની અનિલભાઈ મનસુખભાઈ પાલા (પૂનમ જ્વેલર્સ વાળા) ના પત્ની દક્ષાબેન અનિલભાઈ પાલા (ઉ.વ. ૬૪), તે કૃણાલભાઈ, પૂનમબેન આશિષકુમાર નાંઢા, ચાંદનીના માતા તથા અમુભાઈ, શારદાબેન ધીરૂભાઈ કચ્છલા, રમેશભાઈ, સ્વ. વિનુભાઈ, રાજુભાઈના ભાભી તથા સ્વ. કરશનદાસ પ્રાગજી ખેરાના પુત્રી તથા લક્ષ્મીદાસ, મનસુખભાઈ, નિમુબેન, વિપીનભાઈ, અનિલભાઈ, સ્વ. શાંતિભાઈના બેન તથા આસ્થા, બિલ્વા, ખુશાંતના દાદીમાનું તા. ર૪-૧૦-ર૦રપ, ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. ર૭-૧૦-ર૦રપ, સોમવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ મૂળ જામજોધપુરવાળા હાલ જામનગર નિવાસી વસંતપુરી તુલસીપુરી ગોસ્વામી (ગુ.આયુ.યુનિ.) ના ધર્મપત્ની હંસાબેન ગોસ્વામી (ઉ.વ. ૬૮), તે પિયુષપુરી ગોસ્વામી (ગુ.આયુ.યુનિ.) તથા સ્વ. હિરેનપુરી ગોસ્વામી તથા કિરણબેનના માતા તેમજ મૈત્રી તથા કૃપાના દાદીનું તા. ર૪-૧૦-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું શક્તિપૂજન તા. ૧-૧૧-ર૦રપ, શનિવારના દશનામ ગોસ્વામી સમાજની વાડી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ મનવંતરાય હરીલાલ ઓઝા (મનુભાઈ છાપાવાળા) (ઉ.વ. ૮૭), તે અક્ષયભાઈ, ઈલાબેન દવે, પ્રીતિબેન ત્રિવેદી, ફાલ્ગુનીબેન દેસાઈના પિતાનું તા. ર૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૭-૧૦-ર૦રપ, સોમવારના સાંજે ૪.૩૦ થી પ.૩૦ દરમિયાન પંચેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી બ્રહ્મક્ષત્રિય દિપલ ભરતકુમાર દાંઘડા, તે સ્વ. ભરતભાઈ મણીલાલ દાંઘડા (ક્રિષ્ના પ્રિન્ટિંગ પ્રેસ) ના પુત્ર તથા વિશાલ ભરતભાઈ દાંઘડાના નાનાભાઈનું તા. ર૩ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૭-૧૦-ર૦રપ, સોમવારના સાંજે ૪.૩૦ થી પ દરમિયાન બ્રહ્મક્ષત્રિય વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
જામનગરઃ નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી જ્ઞાતિના સ્વ. માનશંકર ખોડીદાસ ઉપાધ્યાયના પુત્ર મનોજભાઈ (ઉ.વ.૬૫)(નિવૃત્ત ગુ.સા.મહેતા સ્કૂલ) તે ચારૂલતાબેનના પતિ, સ્વ. બિપીનભાઈ, રંજનબેન પ્રતાપભાઈ જોશી (રાજકોટ), સ્વ. દિનમણીબેન, જ્યોતિબેન પ્રદિપભાઈ પંડયા (મુંબઈ)ના ભાઈ, ધવલના પિતા, દવીજાના દાદા, સ્વ. હંસરાજભાઈ મુળજીભાઈ વેદ(જામનગર)ના જમાઈનું તા. ૨૧ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૭ના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નંં.૬, રોડ નં.૪, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.