Advertisement
Author: નોબત સમાચાર

શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીના દર્શનથી ભક્તો ધન્ય

'છોટીકાશી'માં મહાશિવરારાત્રિ પર્વ પર મહાકાલની આરાધનાઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં મહાશિવરાત્રિ પર્વ પર વિવિધ પ્રાચીન-પ્રસિદ્ધ શિવાલયો સહિતના મંદિરોમાં શિવ આરાધના માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતાં. હવાઈચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ-મહાશિવરાત્રિ જેવા પર્વ પર ભસ્મ આરતીની પરંપરા છે જે ગઈકાલે પણ નિભાવવામાં આવી હતી. શ્રી વૈજનાથ મહાદેવને ઉજ્જેનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપના શ્રીંગાર અર્પણ કરી પરોઢિયે ભસ્મ આરતી કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ભક્તોએ ભસ્મ આરતીનો લાભ લીધો હતો. મહાકાલની ઝાંખી અને ભસ્મ આરતીના દર્શનથી ભક્તો ધન્યા થયા હતાં અને હર હર મહાદેવનો નાદ્ બુલંદ થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh