Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના કેટલાક વિસ્તારોમાં કાળા રંગનું ગંદુ પાણી વિતરણ થવાની ફરિયાદો

રોગચાળા ફેલાવાની દેહશત...!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૭: ખંભાળિયા પાલિકા વિસ્તારમાં વિતરણ થતા પીવાના પાણીના નમૂના આરોગ્ય તંતરએ લેતા મોટાભાગના નમૂના પાણી પીવા લાયક ના હોવાના સત્તાવાર રિપોર્ટ આવતા પાલિકા વહીવટદારને રજૂાતો થતા તેમણે તાકીદે પાણીની સ્થિતિ સુધારવા આદેશ આપ્યો હતો ત્યારે શહેરના વધુ કેટલાક વિસ્તારોમાં પીવાલાયક તો ઠીક પણ જોઈ ના શકો તેવું ગંદુ કાળું-ડહોળું પાણી વિતરણ થતા લોકોમાં ભારે ફરિયાદો ઊઠી હતી તથા કાળા પાણીની ડોલ, પાત્રોના વીડિયો, ફોટા પણ ખૂબ જ વાયરલ થયા હતાં.

ખંભાળિયાના મહાદેવવાડા વિસ્તાર, ભઠ્ઠીચોક તથા પઠાણ પાડા સહિતના વિસ્તારો તથા પોર ગેઈટ, ઘી નદી નજીકના વિસ્તારોમાં પણ કાળું ગંદુ અને ગંધાતું પાણી નળમાં આવતું હોય, લોકોના આરોગ્ય પર ખતરો થયો છે તથા રોગચાળોા ફાટી નીકળશે તેવો આરોગ્ય તંત્રનો ભય સાચો પડે તો નવાઈ નહીં.

હાલ પાણી ખંભાળિયાના સીપેજમાં ઓછું થતા ઘી ડેમમાંથી લેવાનું શરૂ થયું છે, ત્યારે ડેમનું પાણી થોડો સમય સ્ટોર કરી ક્લોરીનેશન કરીને વિતરણ થવું જોઈએ તેના બદલે ના થતા તથા જાણકાર કર્મચારીને કામ ના સોંપાતા પાણી વ્યવસ્થા બગડી હોવાનું પણ બહાર આવ્યું છે. ગઈકાલે પણ ફરિયાદો પાલિકા તંત્રને થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh